એરંડામાં આ વર્ષે નીકળતી સીઝનમાં ખેડૂતોને અણધાર્યા ભાવ મળ્યા છે. ગયા અઠવાડિયે એરંડાના ભાવ જે માર્કેટિંગ યાર્ડ ચાલુ હતી તેમાં મણના 1040 થી 1060 રૂપિયા બોલાયા હતા. આ મહિનાના અંત સુધી હજુ માર્કેટ યાર્ડ બંધ રેહવાના છે. આવતા મહિને એટલે કે મે મહિનામાં માર્કેટ યાર્ડ ખુલશે કે નહિ તે હજુ નક્કી નથી. પરંતુ જ્યારે પણ ખુલશે ત્યારે એરંડા ની આવક મોટી દેખાવાની છે તે નક્કી થઈ ગયું છે.
જ્યારે એરંડાની સીઝન ચાલુ થઈ ત્યારે મિલો ખાલીખમ હતી. હવે મિલો પાસે જોઈએ તેટલો પૂરતો સ્ટોક થઈ ગયો છે. આમ, જ્યારે માર્કેટ યાર્ડ ખુલશે ત્યારે બે ત્રણ દિવસ સુધી પુષ્કળ આવક થવાની છે અને ભાવ ઘટીને 950 એ પહોંચી જાય તેવી શક્યતાઓ છે. એરંડામાં આ વર્ષે પાક ઓછો છે, ઉતારા પણ ઓછા છે અને દિવેલની નિકાસ પણ વધી છે. એરંડાનો પાક અને જૂનો સ્ટોક મળીને બે કરોડ ગુણી આવક થવાની છે. આમાંથી 70 થી 80 લાખ ગુણી એરંડાની આવક થઇ ચૂકી છે અને મિલો જે સાવ ખાલી હતી તેના ગોડાઉનોમાં એરંડાનો મોટો સ્ટોક જમાં થઈ ગયો છે. હજી તો સવા કરોડ ગુણી એરંડાનો પાક આવવાનો બાકી છે.
હાલ જે ભાવ એરંડા ની હરરાજી થઈ રહી છે તેમાં વેપારીઓને રસ નથી. જ્યારે ભાવ ઘટશે ત્યારે વેપારીઓ ખરીદી કરશે. આ વર્ષે એરંડાના ભાવ રૂપિયા 950 થી ઘટશે નહિ તે નક્કી છે પરંતુ દિવાળી સુધી મોટી તેજી આવવાની શક્યતાઓ નથી. ચોમાસુ શરૂ થયા બાદ જો એરંડાનું વાવેતર ધાર્યા પ્રમાણે નહિ થાય તો દિવાળી પછી એરંડા ના ભાવ 1400 થી 1500 પણ થઈ શકે છે. પરંતુ તેનો અંદાજો ચોમાસાની પ્રગતિ અને વાવેતર કેટલું થાય તેના પર રહેલો છે. આ વર્ષે ખેડૂતોને એરંડાના વાવેતરમાં ખાસ્સો રસ નથી, જેથી એરંડાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થવાની ધારણા છે. આ કારણ થી દિવાળી એ તેજી સર્જાશે એવી ધારણા છે.
ગુજરાતમાં મોટા ભાગનાં માર્કેટિંગ યાર્ડો છેલ્લા પંદર દિવસથી બંધ છે અને હજી બીજું એક સપ્તાહ બંધ રાખવાની જાહેરાત પણ અનેક યાર્ડોએ કરી દીધી છે, જે યાર્ડોએ જાહેરાત કરી નથી તે યાર્ડો પણ બીજી મે સુધી સંભવિત બંધ જ રહે તેવી સંભાવનાં છે. કોરોનાનાં આ વેવમાં રાક્ષસરૂપી આ રોગે અનેક વેપારીઓનો પણ જીવ લીધો હોવાથી હવે વેપારીઓ કોઈ પણ ભોગે યાર્ડો ચાલુ કરવાનાં મૂડમાં નથી. અનેક શહેરમાં તો સ્વૈચ્છીક લોકડાઉન પણ લાગી ગયા હોવાથી વેપારીઓ યાર્ડો ચાલુ કરવાનાં મૂડમાં નથી. ઊંઝા, ગોંડલ, રાજકોટ, અમરેલી સહિતનાં અનેક મોટા યાર્ડો બીજી મે સુધી બંધ રાખવાનાં મુડમાં છે. હાલ વેપારીઓ દ્વારા જ યાર્ડને રજૂઆત કરવામાં આવી રહી હોવાથી યાર્ડો પણ તેમાં સહમત છે. તેમજ જો બીજી મે સુધીમાં પરિસ્થિતી સુધરશે તો જ માર્કેટ યાર્ડો ખોલવામાં આવશે, પરંતુ જો પરિસ્થિતી ખરાબ હશે તો માર્કેટ યાર્ડમાં આ રજાઓ લંબાવવામાં આવશે તેવી સંભાવના રહેલી છે.
જ્યારે માર્કેટ યાર્ડ ખુલે ત્યારે ખેડૂતોએ 60 ટકા જેટલો એરંડાનો પાક વહેંચી નાખવો જોઈએ અને બાકી રહેલો 40 ટકા પાક દિવાળી સુધી સાચવી રાખવો અને તેજી સર્જાય ત્યારે વેંચવામાં ફાયદો થશે. લક્ષ્મી એરંડાના ખેડૂતોને ઘરે ચાંદલો કરવા આવી છે ત્યારે મોઢું ધોવા જવાની કોઈ ખેડૂત ભાઈઓ ભૂલ કરે નહિ.
આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ચાલુ માર્કેટ યાર્ડમાં ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે. ગુજરાતની શરુ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ માં સૌથી ઉંચો ભાવ ધનસુરામાં રૂ. 1030 બોલાયો હતો અને થરા માર્કેટ યાર્ડમાં પણ ભાવ સારા એવા જોવા મળ્યા હતા
તા. 26/04/2021 ને સોમવારના એરંડાના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કોડીનાર | 911 | 994 |
થરા | 1000 | 1015 |
ધનસુરા | 1000 | 1030 |
કપડવંજ | 950 | 980 |