સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ માટે અરજી કરવા માટે i-khedut પોર્ટલ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ થી ૨૧/૦૩/૨૦૨૨ સુધી ખુલ્લુ
મૂકવામાં આવેલ છે.૨૦૧૪-૧૫ થી શરૂ કરવામાં આવેલ i-khedut માં વખતોવખત ખેડૂતને હિતોને ધ્યાનમાં રાખી તેમજ યોજનાઓ સર્વવ્યાપી બને તેવા સુધારા કરવામાં આવેલ છે.વર્ષ ૨૦૨૨- ૨૩માં પણ ખેડૂતલક્ષી સુધારો કરવામાં આવેલ છે.અગાઉ ખેડૂતએ i-khedut પર કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાધનિક કાગળો સહ સંબધિત કચેરીમાં રજૂ કરવાની થતી હતી.આ વર્ષથી અરજીની
પ્રિન્ટ આઉટ સાધનિક કાગળો સહ કોઈ કચેરીમાં રજૂ કરાવાના થતાં નથી.આ સુધારો થતાં ખેડૂત પોતાના ખેતરેથી આંગળીના ટેરવે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં પોતાનામાં
મોબાઈલમાં અરજી કરી શકશે.
મોબાઈલમાં અરજી કરવા માટે વિવિધ સ્ટેપ નીચે મુજબ છે. આપના મોબાઇલમાં કોઈ પણ બ્રાઉઝર પર https://ikhedut.gujarat.gov.in પોર્ટલ ઓપન કરો. i-khedut પર <યોજનાઓ>પર ક્લિક કરો ,ખેતીવાડી ખાતાની યોજનાઓમાં <વિગતો માટે અહી ક્લિક કરો > પર ક્લિક કરો,ત્યારબાદ વિવિધ ઘટકોમાં અરજી કરવાના વિકલ્પોઆવશે.આપ જે ઘટકમાં અરજી કરવા માંગતા હોય તે ઘટકમાં <અરજી કરો> પર ક્લિક કરો, ત્યાર બાદ આપને પુછવામાં આવશે તમે રજિસ્ટર્ડ અરજદાર છો? હા કે ના પસંદ કરી< આગળ વધવા પર ક્લિક કરો> પરક્લિક કરો,
ત્યારબાદ<નવી અરજી કરવા ક્લિક કરો> પર ક્લિક કરો, અહી આપની વિવિધ વિગતોમાં અરજદારની વિગત(ખાસ આપનો ચાલુ મોબાઈલ નંબર આપવો જેથી આપની અરજીની નિકાલ ની વિગત આપને મેસેજ દ્વારા સમયસર મળતી રહે),બેન્કની વિગત,જમીનની વિગત ભર્યા બાદ અરજી સેવ કરો.ત્યારબાદ <અરજી અપડેટ કરવા પર ક્લિક કરો> પર ક્લિક કરો અરજી ની વિગતો ચકાસી અરજી અપડેટ કરો.ત્યારબાદ <અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો> પર ક્લિક કરો ,અરજી કન્ફર્મકરતી વખતે પણ વિગતો ચકાસવી ત્યાર બાદ કોઈ અરજીમાં સુધારા શકય નથી.ત્યારબાદ <અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરો> પર ક્લિક કરો ,અરજીની પીડીએફ ખેડૂતોએ જોડે રાખવી જ્યારે પૂર્વ-મંજૂરી મળે ત્યારે અરજીની પ્રિન્ટઆઉટ લઈ કલેઇમ સાથે રજૂ કરી શકાય અથવા અરજીના નંબર લખી રાખવા જ્યારે પૂર્વમંજુરી મળે ત્યારે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી કલેઇમ સાથે રજૂ કરી શકશે.
વર્ષ ૨૦૨૨-૨૩માં ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં હાલ ૪૯ ઘટકોમાં અરજી કરી શકે છે. જો ખેડૂત જાતે મોબાઈલમાં અરજી કરતાં થશે તો અરજી મફતમાં કરી શકશે.મફતમાં અરજી શક્ય થતાં ખેડૂત વધારે અરજી કરવા પ્રોત્સાહિત થશે.તેમજ એક કરતાં વધારે ખાતા ધરાવનાર ખેડૂત પણ એકજ ઘટકમાં બીજા ખાતામાથી અરજી કરવા પ્રોત્સાહિત થશે.જેથી પૂર્વમંજૂરીમાટેના ડ્રો લિસ્ટમાં તે અરાજદારના નામ આવવાની શક્યતાઓ વધી જશે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1405 | 2035 |
ઘઉં | 250 | 445 |
જીરું | 2500 | 3955 |
એરંડા | 1398 | 1407 |
બાજરો | 387 | 425 |
રાયડો | 950 | 1295 |
ચણા | 800 | 950 |
મગફળી ઝીણી | 900 | 1223 |
ડુંગળી | 100 | 451 |
લસણ | 45 | 250 |
અજમો | 1800 | 4340 |
ધાણા | 1000 | 2200 |
તુવેર | 865 | 1210 |
અડદ | 600 | 1050 |
મરચા સુકા | 615 | 3340 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1100 | 2156 |
ઘઉં | 402 | 476 |
જીરું | 2100 | 4081 |
એરંડા | 1366 | 1411 |
તલ | 1600 | 2181 |
બાજરો | 351 | 351 |
રાયડો | 976 | 1281 |
ચણા | 851 | 896 |
મગફળી ઝીણી | 870 | 1341 |
મગફળી જાડી | 830 | 1376 |
ડુંગળી | 71 | 416 |
લસણ | 101 | 401 |
જુવાર | 461 | 641 |
સોયાબીન | 1300 | 1526 |
ધાણા | 1301 | 2251 |
તુવેર | 901 | 1281 |
મગ | 1051 | 1481 |
મેથી | 751 | 1351 |
રાઈ | 1081 | 1181 |
મરચા સુકા | 651 | 2951 |
ઘઉં ટુકડા | 410 | 544 |
શીંગ ફાડા | 1001 | 1751 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1300 | 2099 |
ઘઉં | 399 | 449 |
જીરું | 2000 | 3760 |
તલ | 1100 | 2240 |
બાજરો | 377 | 466 |
ચણા | 650 | 993 |
મગફળી ઝીણી | 1005 | 1309 |
મગફળી જાડી | 900 | 1319 |
જુવાર | 161 | 620 |
સોયાબીન | 1299 | 1470 |
અજમો | 1780 | 2660 |
ધાણા | 1000 | 2090 |
તુવેર | 600 | 1295 |
તલ કાળા | 1270 | 2265 |
સિંગદાણા | 1110 | 1651 |
ઘઉં ટુકડા | 391 | 489 |
રજકાનું બી | - | - |
જસદણ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1600 | 2139 |
ઘઉં | 370 | 425 |
જીરું | 2300 | 3950 |
એરંડા | 1050 | 1330 |
તલ | 1250 | 2100 |
બાજરો | 300 | 300 |
ચણા | 860 | 887 |
મગફળી જાડી | 1225 | 1321 |
લસણ | 111 | 111 |
જુવાર | 300 | 569 |
સોયાબીન | 1080 | 1410 |
ધાણા | 1380 | 2000 |
તુવેર | 1000 | 1196 |
તલ કાળા | 1400 | 2280 |
મગ | 900 | 1300 |
મેથી | 1025 | 1230 |
રાઈ | 1000 | 1240 |
સિંગ'દાણા | 1200 | 1547 |
મરચા સુકા | 1200 | 2900 |
ઘઉં ટુકડા | 380 | 475 |
કળથી | 451 | 451 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 350 | 445 |
ઘઉં ટુકડા | 400 | 501 |
બાજરો | 414 | 414 |
ચણા | 800 | 904 |
અડદ | 700 | 1288 |
તુવેર | 1100 | 1290 |
મગફળી ઝીણી | 1000 | 1274 |
મગફળી જાડી | 900 | 1302 |
સિંગફાડા | 1300 | 1635 |
એરંડા | 1100 | 1370 |
તલ | 1400 | 2130 |
તલ કાળા | 1500 | 2330 |
જીરું | 3000 | 3400 |
ધાણા | 1600 | 2170 |
મગ | 1000 | 1370 |
સોયાબીન | 1350 | 1551 |
મેથી | 1050 | 1050 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1500 | 2002 |
ઘઉં | 400 | 486 |
જીરું | 2350 | 4030 |
એરંડા | 1291 | 1405 |
રાયડો | 1206 | 1272 |
ચણા | 803 | 977 |
મગફળી ઝીણી | 900 | 1224 |
ધાણા | 1012 | 2074 |
તુવેર | 1052 | 1186 |
અડદ | 751 | 1165 |
રાઈ | 1012 | 1184 |
ગુવારનું બી | 700 | 1100 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1712 | 2185 |
ઘઉં લોકવન | 405 | 435 |
ઘઉં ટુકડા | 406 | 501 |
જુવાર સફેદ | 451 | 605 |
જુવાર પીળી | 311 | 375 |
બાજરી | 290 | 430 |
તુવેર | 1115 | 1265 |
ચણા પીળા | 875 | 907 |
અડદ | 700 | 1300 |
મગ | 1150 | 1440 |
વાલ દેશી | 825 | 1340 |
વાલ પાપડી | 1525 | 1805 |
ચોળી | 950 | 1640 |
કળથી | 750 | 1011 |
સિંગદાણા | 1725 | 1800 |
મગફળી જાડી | 1040 | 1330 |
મગફળી ઝીણી | 1005 | 1260 |
સુરજમુખી | 850 | 1015 |
એરંડા | 1300 | 1410 |
અજમો | 1550 | 2340 |
સુવા | 950 | 1205 |
સોયાબીન | 1375 | 1486 |
સિંગફાડા | 1100 | 1725 |
કાળા તલ | 1940 | 2525 |
લસણ | 125 | 325 |
ધાણા | 1580 | 2401 |
મરચા સુકા | 1050 | 2750 |
જીરું | 3100 | 4040 |
રાઈ | 1080 | 1200 |
મેથી | 1030 | 1350 |
ઇસબગુલ | 1825 | 2280 |
રાયડો | 1050 | 1300 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1405 | 2002 |
મગફળી | 1000 | 1351 |
ઘઉં | 350 | 418 |
જીરું | 3350 | 4042 |
એરંડા | 1411 | 1473 |
ધાણા | 1650 | 2440 |
રાઇ | 1101 | 1184 |
મેથી | 1218 | 1245 |
તુવેર | 900 | 1106 |