LPG સિલિન્ડરની કિંમતમાં ફરી થયો વધારો, અહીં જાણો નવી કિંમત

LPG સિલિન્ડરની કિંમતમાં ફરી થયો વધારો, અહીં જાણો નવી કિંમત

મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ફરી વળ્યો છે. 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. તેમની કિંમતમાં 50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. હવે દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1053 રૂપિયામાં મળશે. 14.2 કિલોના સિલિન્ડરની સાથે 5 કિલોના નાના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા મે મહિનામાં ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રતિ સિલિન્ડરની કિંમત 999 રૂપિયા થઈ ગઈ હતી.
જાણો તમારા શહેરમાં ઘરેલુ સિલિન્ડરનો દર (તમામ ભાવ રૂપિયામાં)
દિલ્હી: 1053
મુંબઈ: 1053
કોલકાતા: 1079
ચેન્નાઈ: 1069
લખનૌ: 1091
જયપુર: 1057
પટના: 1143
ઇન્દોર: 1081
અમદાવાદ: 1060
પુણે: 1056
ગોરખપુર: 1062
ભોપાલ: 1059
આગ્રા: 1066

બીજી તરફ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેની કિંમતમાં 8.50 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, આ રાહત વધારે નથી. થોડા દિવસો પહેલા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જે મોટી રાહત હતી. આ નિર્ણય બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 2021 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ હવે 8.50 રૂપિયાના વધુ ઘટાડા સાથે કિંમત 2012 રૂપિયાની નજીક આવી જશે.