khissu

SBI ના ગ્રાહકો માટે ખુશીના સમાચાર: કોરોના મહામારી વચ્ચે ૩૧ તારીખ સુધી લાગુ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India- SBI) માં તમારું ખાતું છે તો તમારે આ સમાચાર વાંચવા જરૂરી છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ એ કોરોના મહામારી ના કારણે તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. સૂત્રો ના જણાવ્યા મુજબ જેણે અત્યાર સુધી કેવાયસી અપડેટ નથી કર્યુ તેવા ગ્રાહકોનું ખાતું બંધ નહિ કરે અને દેશમાં વધી રહેલા કોરોના કેસો ના કારણે કેવાયસી અપડેટ કરવાની તારીખ  31 મે સુધી વધારી દીધી છે.

31 મે સુધી મળશે આ ખાસ સુવિધા :- જે ખાતાધારકો એ કેવાયસી અપડેટ નથી કર્યું તેનું ખાતું 31 મે સુધી બંધ (ફ્રીઝ) નહિ થાય. તેમજ કોરોના વાયરસના મુશ્કેલી જેવા સમયમાં એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે. તમારા મોટાભાગ ના કામ આ ટોલ ફ્રી નંબર થી થઈ જશે. બેંકનો ટોલ ફ્રી નંબર 1800 112 211 અને 1800 425 3800 છે.

બેંકે ગ્રાહકો માટે હૅશટૅગ જાહેર કર્યું :- ગ્રાહકોની જરૂરિયાતો માટે દેશની સૌથી મોટી સરકારી બેંકે #SBIAppkeSaath નામનું હૅશટૅગ પણ બહાર પાડ્યું છે. આ હૅશટૅગ થી બેંક તેના ગ્રાહકોને ખાતરી આપવા માંગે છે કે બેંકના ગ્રાહકોને ઘર બેઠા જરૂરી સુવિધાઓ મળી રહેશે. તેમજ બેંક ફ્રોડ થી બચવા માટે બેંકો ગ્રાહકોને સમયે સમયે ચેતવણી પણ આપે છે.

31 મે સુધી ખાતું ફ્રિજ (બંધ) નહિ કરવામાં આવે :- બેંક દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ખાતામાં પહેલા કેવાયસી અપડેટ નહોતું થતું તેનું બેંક ખાતું બંધ કરી દેવામાં આવતું હતું જે હવે 31 મે સુધી કરવામાં નહિ આવે. એવામાં ગ્રાહકો પોસ્ટ અથવા ઇમેઇલ નાં માધ્યમથી ડોક્યુમેન્ટ મોકલી કેવાયસી અપડેટ કરી શકશે. બેંકે તેમના તમામ કર્મચારીઓને કહી દીધું છે કે 31 મે સુધી કોઇપણ ગ્રાહકોનું બેંક ખાતુ બંધ ન કરે. 

આ પણ વાંચો: 1 મે થી બદલાશે આ નિયમો : જાણી લો ક્યાં ક્યાં નિયમોમાં થશે ફેરફાર, નહિ તો થશે નુકસાન

કેવાયસી (KYC) શા માટે જરૂરી ? 
કેવાયસી (Know Your Customer - KYC) ના માધ્યમથી બેંકને ગ્રાહકોને જાણવાની તક મળે છે, એટલે કે કસ્ટમર ને વેરીફાઈ કરવાના હોય છે. એનો મતલબ એ છે કે ગ્રાહકના ખાતામાંથી નાણાંની જે લેવડ-દેવડ થઈ છે તેમાં કોઈ સમસ્યા તો નથી ને. કેવાયસી બેંક અને ગ્રાહક વચ્ચે વિશ્વાસ ઊભો કરે છે. બેંકને લોન આપવામાં કોઈ મુશ્કેલી નથી થતી. જો તમારે કઈક રોકાણ કરવું છે તો તેના માટે પણ કેવાયસી જરૂરી છે. વગર કેવાયસી એ ગ્રાહક રોકાણ ન કરી શકે. કેવાયસી વગર બેંક ખાતુ ખોલવું સરળ નથી. કેવાયસી ની મદદથી નક્કી થાય છે કે કોઈ બેંકિંગ સેવાનો દુરુપયોગ તો નથી કરી રહ્યું ને.

આ પણ વાંચો: શું ખરેખર ફિક્સ ડિપોઝિટ (fixed deposit - FD) ના બદલામાં ક્રેડિટ કાર્ડ લેવું ફાયદાકારક છે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

આ જગ્યાઓએ જરૂરી છે કેવાયસી :- કેવાયસી ની જરૂરિયાત આજકાલ ઘણા કામોમાં પડે છે. જેમ કે તમારે મોબાઇલનું સિમકાર્ડ લેવું હોય તો તેના માટે વેરીફીકેશન જરૂરી છે. તેમાં આધાર કાર્ડ ને વેરીફાઈ કરવાનું હોય છે. આવી જ રીતે બેંક ખાતું ઘણા સમયથી નિષ્ક્રિય હોય તો તેને ચાલુ કરવા કેવાયસી ડોક્યુમેન્ટ મંગાવવામાં આવે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાથી તમારું ખાતું ફરીથી ચાલુ થઈ જાય છે.

આવી વધારે માહિતી માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા અમારું Facebook પેજ ફોલો કરો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.