શું તમે આધાર કાર્ડની લોક/ અનલોકની સુવિધા વિશે જાણો છો? જાણો આધાર કાર્ડની આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

શું તમે આધાર કાર્ડની લોક/ અનલોકની સુવિધા વિશે જાણો છો? જાણો આધાર કાર્ડની આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?

જો તમારું આધાર કાર્ડ ગુમ થયું હોય અથવા તો તમારો આધાર કાર્ડનો દુરુપયોગ થતો હોય તો આ સમાચાર તમારી માટે ખુબ જ અગત્યનાં છે. સાયબર ક્રાઇમ (Cyber Crime) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, તમારે તમારી વ્યક્તિગત માહિતીની ખૂબ કાળજી લેવાની જરૂર છે. હાલમાં સાયબર ક્રાઇમ (Cyber Crime) ના મોટા ભાગનાં કેસોના આધાર કાર્ડને લઈને થતા હોય છે ત્યારે આ વધતા કેસોને ધ્યાનમાં રાખી તેને ઘટાડવા માટે આધાર કાર્ડ દ્વારા એક મહત્વની અપડેત આપવામાં આવી છે. તમે ફક્ત એક જ એસએમએસ (SMS) દ્વારા તમારા આધાર કાર્ડને લોક અથવા અનલોક કરી શકો છો. ચાલો તો તમને જણાવીએ કે આ માટે તમારે શું કરવાની જરૂર છે. વધતા જતા સાયબર ક્રાઇમ (Cyber Crime) ને ધ્યાનમાં રાખીને તમારે તમારા આધાર કાર્ડ, પાનકાર્ડ અથવા બેંક સંબંધિત માહિતીને ખૂબ જ સુરક્ષિત રાખવી જોઈએ. તમારી કેટલીક માહિતી દાખલ કર્યા પછી, તમારું આધાર કાર્ડ ઓનલાઇન જોવા મળી જાય છે. આવી સ્થિતિમાં, હેકર્સ તેનો ઉપયોગ સિમ કાર્ડ ખરીદવાથી લઈને બેંકમાં ખાતું ખોલવા માટે પણ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે.

આધાર કાર્ડને ભારતમાં સૌથી મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ માનવામાં આવે છે, જેમાં ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય ઘણી સંવેદનશીલ માહિતીઓનો સમાવેશ હોય છે. આવી સ્થિતિમાં, જો તમારો ડેટા લીક થઈ જાય, તો મોટું નુકસાન થઈ શકે છે. આધારકાર્ડના મહત્વને સમજીને, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( The Unique Identification Authority of India - UIDAI) એ પણ આધારકાર્ડને લોક (‌Lock) કરવાની સુવિધા આપી છે. એટલે કે, જો તમે ઇચ્છો તો તમારું આધાર કાર્ડ ઓનલાઇન લોક કરી શકો છો. આધાર કાર્ડ લોક કરવાથી કોઈ અન્ય વ્યક્તિ તમારી માહિતી અથવા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. આ સાથે તમે સરળતાથી આધાર કાર્ડ ને અનલોક (Unlock) પણ કરી શકો છો.

આજે અમે તમને આધાર કાર્ડને લોક અને અનલોક કરવાનો સૌથી સરળ રસ્તો જણાવી રહ્યા છીએ. આ સુવિધા સાથે તમારો મૂલ્યવાન ડેટા સુરક્ષિત રહેશે અને આધારકાર્ડ સાથેની છેતરપિંડી રોકી શકાશે. ચાલો જાણીએ આ માટે તમારે શું કરવાની જરૂર છે.

આ પણ વાંચો: તમારા આધાર કાર્ડનો ઉપયોગ કોઈ ખોટી જગ્યાએ નથી થઈ રહ્યો ને? જાણો તમારા આધારનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયો છે?

આધાર કાર્ડને લોક/અનલોક (Lock/Unlock) કેવી રીતે કરવું ?
1. UIDAI સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જાવ.
2. 'My Aadhaar' માં તમને 'Aadhaar Services' નો વિકલ્પ દેખાશે.
3. 'Aadhaar Services' નીચે તમને Lok/Unlock Biometrics નો વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લીક કરો. તેના પર ક્લીક કરવાથી નવી ટેબ ખુલશે.
4. આ ટેબમાં એક બોક્ષ હશે તે ટીક કરીને Lok/Unlock Biometrics પર કલીક કરો.
5. આ પછી Log In નો વિકલ્પ દેખાશે, અહીં 12 અંકનો આધાર નંબર અથવા 16 અંકનો વર્ચુઅલ આઈડી (VID) દાખલ કરો.
6. ત્યાર બાદ કેપ્ચા કોડ દાખલ કરો અને 'Send Otp' પર ક્લિક કરો
7. ઓટીપી (OTP) દાખલ કર્યા પછી, બાયોમેટ્રિક ડેટાને લોક કરવાનો વિકલ્પ હશે.
8. લોક (Lock) ના ઓપ્શન પર ક્લિક કરો, એટલે તમારું આધાર કાર્ડ બ્લોક થઈ જશે.

ખાસ નોંધ: આધાર કાર્ડને લોક કરતા પહેલા, તમારે વર્ચુઅલ આઈડી (VID) જનરેટ કરવું આવશ્યક છે, કારણ કે આધાર નંબરને લોક કર્યા પછી, તમારે આધાર કાર્ડના કેવાયસી (KYC) સંબંધિત કોઈપણ પ્રકારની આવશ્યકતા માટે તેની જરૂર પડશે. તમે જે રીતે આધાર કાર્ડને લોક કર્યુ તે જ પ્રક્રિયા દ્વારા તેને અનલોક કરી શકાય છે. આધાર કાર્ડ અનલોક કરવા માટે ઓટીપી દાખલ કરીને, તમારે બાયોમેટ્રિક ડેટા 'અનલોક (Unlock)' કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ પ્રક્રિયા કર્યા પછી તમારો આધાર નંબર અનલોક થઈ જશે. તમે તેને ગમે ત્યાં સરળતાથી વાપરી શકો છો. આ સુવિધાની વિશેષતા એ છે કે આધારકાર્ડ અથવા નંબર લોક થયા પછી કોઈપણ તમારી માહિતીને તમારી જાણકારી વિના ઉપયોગ કરી શકશે નહીં. આમ, આધાર કાર્ડને લોક કરીને તેને સુરક્ષિત બનાવી શકાય છે.

આધાર કાર્ડને લોક (Lock) કરવાના ફાયદા: તમારું આધાર કાર્ડ એકવાર લોક થઈ ગયા પછી, ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક અથવા ઓટીપી દ્વારા આધાર નંબર દ્વારા સત્તાધિકરણ કરી શકાશે નહીં. આધાર નંબર લોક કરવાથી તેના દુરૂપયોગની શક્યતા દૂર થશે. કોઈપણ પ્રકારના કેવાયસી (KYC) માટે તમારે 16 અંકની વર્ચુઅલ આઈડી (VID) ની જરૂર પડશે. આધાર કાર્ડને અનલોક કર્યા પછી, તમે ફરીથી બધી સેવાઓ માટે તેનો ઉપયોગ શરૂ કરી શકશો.