khissu.com@gmail.com

Top Stories
khissu

પોસ્ટ ઓફિસની આ 4 બેસ્ટ યોજનામાં ઓછા સમયમાં પૈસા થશે ડબલ

શેર બજાર હોય કે રિયલ એસ્ટેટ તેમા સમયે સમયે ઉતાર ચઢાવ આવતા રહે છે. એવામાં જો તમે કોઈપણ જોખમ લીધા વિના રોકાણ કરી સારું વળતર મેળવવા માંગો છો, તો પોસ્ટ ઓફિસ સ્કીમ તમારા માટે સારો વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. આ ઉપરાંત તેમા તમને સારું વળતર પણ મળે છે. તો ચાલો આજે અમે તમને 4 સૌથી બેસ્ટ પોસ્ટ ઓફિસ યોજનાઓ વિશે માહિતી આપીએ. જેમા તમે રોકાણ કરી સારૂ વળતર મેળવી શકો છો.

વરિષ્ઠ નાગરિક બચત યોજના(SCSS)
આ યોજના હેઠળ 4 ટકાના દરે વ્યાજ મળે છે અને ખાતું ખોલવા માટે ઉંમર 60 વર્ષ હોવી જોઈએ. આ યોજનામાં લઘુત્તમ રોકાણ રૂ. 1000 અને મહત્તમ રૂ. 15 લાખ સુધીનું હોય છે. આ યોજના અંગે એક વાત ધ્યાનમાં  રાખો કે ખાતા ખોલવાની તારીખથી 5 વર્ષ પછી થાપણો પરિપક્વ થાય છે. આ સમયગાળો માત્ર એક જ વાર 3 વર્ષ માટે લંબાવવામાં આવે છે. આમાં, 80C હેઠળ ટેક્સ છૂટ આપવામાં આવે છે અને તમારા પૈસા 9 વર્ષમાં ડબલ થઈ જાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના
આ યોજના 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાન હેઠળ શરૂ કરવામાં આવી છે. જેમા માતાપિતા અથવા કાયદાકીય વાલી બાળકીના નામે ખાતું ખોલાવી શકે છે. ધ્યાનમાં રાખો કે ખાતું ખોલવા માટે છોકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. તો બીજી તરફ, બાળકીના નામ પર ફક્ત એક જ ખાતું ખોલી શકાય છે. આ યોજનામાં રોકાણ પર 80C હેઠળ ટેક્સમાં છૂટ પણ આપવામાં આવે છે. આ સ્કીમમાં પૈસા ડબલ થવામાં 9 વર્ષનો સમય લાગે છે.

રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (National Savings Certificate)
રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રમાં રોકાણ કરવાથી 8% વાર્ષિક વ્યાજ મળે છે, જે વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે. નોંધનિય છે કે, વ્યાજની રકમ રોકાણના સમયગાળા પછી જ આપવામાં આવે છે. આ હેઠળ, સ્કીમમાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
આ ખાતું સગીરના નામે અને 3 વયસ્કોના નામે સંયુક્ત ખાતું ખોલાવી શકાય છે. એ વાત નોંધી લો કે 10 વર્ષથી વધુ ઉંમરના સગીરો પણ માતાપિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે. તમે આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ 5 લાખ રૂપિયા સુધીની રકમ પર ટેક્સ બચાવી શકો છો. આમાં પણ 10 વર્ષમાં રકમ બમણી થઈ જશે.

પબ્લિક પ્રોવિડંડ ફંડ
આ યોજનામાં 1% વ્યાજ મળી રહ્યું છે અને આ સ્કીમ EEE સ્ટેટસ સાથે આવે છે. જેમાં ત્રણ જગ્યાએ ટેક્સ બેનિફિટ આપવામાં આવે છે. આ યોગદાન હેઠળ વ્યાજની આવક અને પાકતી મુદતના સમયે મળેલી રકમ, ત્રણેય કરમુક્ત છે. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિનો લાભ મળે છે. આ ખાતું માત્ર રૂ. 500થી ખોલી શકાય છે, પરંતુ પાછળથી દર વર્ષે એક જ વારમાં રૂ. 500 જમા કરાવવાના રહેશે. આમાં દર વર્ષે વધુમાં વધુ 5 લાખ રૂપિયા જ જમા કરાવી શકાય છે. આ સ્કીમ 15 વર્ષ માટેની છે, જેમાંથી તેને વચ્ચેથી ઉપાડી શકાશે નહીં. તમને જણાવી દઈએ કે 15 વર્ષ પછી તેને 5-5 વર્ષ માટે વધારી શકાય છે. આમાં, લગભગ 10 વર્ષમાં પૈસા ડબલ થઈ જાય છે.