દેશમાં એરંડાનાં ભાવ છેલ્લા ત્રણ મહિનામાં 11 ટકા જેટલા વધી ગયા છે અને જુલાઈ સુધીમાં બીજા 10 ટકા વધવાનો અંદાજ બજાર સાથે સંકળાયેલા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યાં છે. ટ્રેડરોનાં મતે ગુજરાતમાં એરંડાનાં ભાવ સરેરાશ 20 કિલોનાં રૂ. 900 થી 1000 ચાલે છે, જેમાં રૂ. 100 નો સુધારો થઈ સરેરાશ ભાવ રૂ. 1000 થી 1100 સુધી પહોંચવાની શક્યતાઓ છે. આમ સરેરાશ મણે રૂ. 100 નો સુધારો આવી શકે છે. એક અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે ક્રશિંગ મિલો પાસે હવે બહુ જ ઓછો સ્ટોક પડ્યો છે અને દિવેલની નિકાસ માંગ સારી હોવાથી ભાવમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં એરંડાનું વાવેતર જુલાઈ-ઓગસ્ટમાં ચાલુ થાય એ દરમિયાન એરંડાનાં ભાવમાં તેજી આવે તેવી સંભાવનાં છે. વળી બીજા તેલીબિયાં પાકોની તુલનાએ એરંડાનાં ભાવ ઓછા વધ્યાં છે. છેલ્લા એક વર્ષમાં એરંડાનાં ભાવ 30 ટકા વધ્યાં છે, જ્યારે સોયાતેલ અને પામતેલનાં ભાવ 50 ટકા ઉપર વધી ગયાં છે.
દેશમાંથી એપ્રિલ મહિનામાં દિવેલની કુલ નિકાસ ગત વર્ષની તુલનાએ 38 ટકા વધીને 57,226 ટનની થઈ હતી. વિતેલા નાણાંકીય વર્ષ 2020-21 માં કુલ નિકાસ 18.7 ટકા વધીને 6.50 લાખ ટનની થઈ હતી. ચીનની સારી માંગને કારણે નિકાસ માંગ વધી છે. સીનાં એક્ઝિક્યુટિવ ડિરેકટર ડો.બી.વી. મહેતાએ જણાવ્યું હતું કે ચીનની દિવેલની ખૂબ જ સારી માંગ હોવાથી નિકાસમાં ચાલુ વર્ષે વધારો જોવા મળ્યો છે. ચીન ઉપરાંત જાપાન, અમેરિકા અને યુરોપિયન યુનિયનની પણ માંગ સારી હોવાથી નિકાસ ઘણી વધી છે.
તા. ૩૧/૦૫/૨૦૨૧ ને સોમવારના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિજાપુર માર્કેટ યાર્ડમાં એરંડાનો ઉંચો ભાવ 1021 બોલાયો હતો અને મોટા ભાગના માર્કેટ યાર્ડમાં એરંડાના બજાર ભાવ રૂ. ૧૦૦૦ થી વધુ ભાવ રહ્યાં હતા.
તા. ૩૧/૦૫/૨૦૨૧ ને સોમવારના એરંડાના બજાર ભાવો નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 920 | 980 |
ગોંડલ | 801 | 986 |
જામનગર | 904 | 968 |
કાલાવડ | 900 | 924 |
સાવરકુંડલા | 855 | 950 |
જેતપુર | 720 | 951 |
વિસાવદર | 820 | 990 |
ધોરાજી | 901 | 971 |
અમરેલી | 700 | 971 |
કોડીનાર | 845 | 952 |
તળાજા | 880 | 931 |
ભાવનગર | 830 | 937 |
અમરેલી | 700 | 971 |
બોટાદ | 855 | 958 |
વાંકાનેર | 700 | 963 |
મોરબી | 600 | 981 |
ઉપલેટાં | 910 | 991 |
ભચાઉ | 982 | 991 |
ભુજ | 975 | 998 |
લાલપુર | 851 | 930 |
ધ્રોલ | 620 | 928 |
ડીસા | 995 | 1004 |
ભાભર | 992 | 1000 |
પાટણ | 985 | 1015 |
ધાનેરા | 985 | 1002 |
વિજાપુર | 990 | 1021 |
માણસા | 923 | 961 |
ગોજારીયા | 990 | 997 |
વિસનગર | 965 | 1018 |
પાલનપુર | 997 | 1012 |
તલોદ | 995 | 1008 |
થરા | 995 | 1005 |
દહેગામ | 982 | 1002 |
દિયોદર | 981 | 1000 |
કલોલ | 981 | 998 |
સિધ્ધપુર | 980 | 1016 |
હિંમતનગર | 950 | 1019 |
કુકરવાડા | 980 | 1003 |
મોડાસા | 970 | 998 |
ધનસુરા | 995 | 1005 |
ઇડર | 980 | 1015 |
પાથાવડા | 980 | 992 |
બેચરાજી | 995 | 1000 |
વડગામ | 991 | 998 |
કપડવંજ | 1011 | 1015 |
સાણંદ | 976 | 995 |
ઉનાવા | 975 | 1002 |
આંબલિયાસણ | 980 | 990 |