khissu

બેંક ઓફ બરોડાએ આપ્યું મોટું નિવેદન: ૧ જુલાઈથી આ લોકોની ચેક બુક કામ નહીં કરે

વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમારું એકાઉન્ટ વિજયા અથવા દેના બેંકમાં રહ્યું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વના છે. ખરેખર, ભારતીય રિઝર્વ બેંક (The Reserve Bank of India - RBI) ની સૂચના મુજબ, બેંક ઓફ બરોડાએ 1 જુલાઇથી વિજયા બેંક અને દેના બેંકની ચેક બુક બંધ કરી દીધી છે, હવે બેંક ઓફ બરોડાની નવી ચેક બુક પૈસાના વ્યવહાર માટે માન્ય રહેશે. આવી સ્થિતિમાં, જો તમારું ખાતું આ બે બેંકમાં છે, તો તમારે તરત જ તેને અપડેટ કરવું પડશે. જેથી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

બેંક ઓફ બરોડાએ નિવેદન આપ્યું:- આ સંદર્ભે, બેંક ઓફ બરોડાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, ગ્રાહકોને જૂની ચેક બુકને નવી બુકથી બદલવાની સલાહ આપવામાં આવી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની સૂચના મુજબ જૂની ચેક બુકને બંધ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડા અને SBI સહિત ૬ બેંકોના નિયમોમાં થયા મોટાં ફેરફાર: ચેકબુક, ATM અને SMS ચાર્જ સહિત બેંકોના IFSC Code બદલાયા

તમે કસ્ટમર કેર (Customer Care) નંબર પર કોલ કરીને ચેક બુક મેળવી શકો છો.
બેંક ઓફ બરોડા સતત વિજયા બેંક અને દેના બેંકના તમામ ગ્રાહકોને એસએમએસ (SMS) અને મેઇલ (Mail) દ્વારા આ અંગે જાણકારી આપી રહી છે. ગ્રાહકોને બેંકની ડિજિટલ ચેનલો દ્વારા નવી ચેક બુક મેળવવાની સલાહ આપવામાં આવી રહી છે. જૂની બેંકોના ગ્રાહકો 24/7 કસ્ટમર કેર (Customer Care) નંબર પર ફોન કરીને ઈ-ચેક બુક માટે અરજી કરી શકો છો અથવા તો નજીકની શાખાની મુલાકાત લઈને પણ નવી ચેક બુક માટે આવેદન કરી શકે છે.

બે વર્ષ પહેલા વર્ષ 2019 માં, દેના બેંક (Dena Bank) અને વિજયા બેંક (Vijaya Bank) ને બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) માં મર્જ કરવામાં આવી હતા. આ નિર્ણય બાદ દેના બેંક અને વિજયા બેંકના ગ્રાહકો બેંક ઓફ બરોડામાં જોડાયા. હવે આ ગ્રાહકોની બેંક શાખાઓનો નવો આઈએફએસસી કોડ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શું તમે પણ બેંક ખાતાનું બેલેન્સ ચેક કરવા બેંકોના ધક્કા ખાવ છો? હવે જાણો માત્ર એક મિસ કોલ દ્વારા તમારા ખાતાનું બેલેન્સ

નવો આઈએફએસસી કોડ (IFSC Code) આવી રીતે મળશે.
મર્જ થયા પછી, બંને ભૂતપૂર્વ બેંકોના ગ્રાહકોએ બેંક ઓફ બરોડાનો નવો આઈએફએસસી કોડ મેળવવો પડશે. તને તમારે તમારી પાસબુક અને ચેક બુકમાં અપડેટ કરશો. બીઓબીના જણાવ્યા મુજબ, દેના બેંક અને વિજયા બેંકનો આઈએફએસસી કોડ આજથી 1 જુલાઈથી બંધ કરવામાં આવ્યો છે, જેથી તમે તમારો આઈએફએસસી કોડ (IFSC Code) અપડેટ કરી લેજો નહિંતર, તમે 1 જુલાઈથી ઓનલાઇન ટ્રાંઝેક્શન કરી શકશો નહીં. નવા કોડને અપડેટ કરવા માટે, તમે ટોલ ફ્રી નંબર 18002584455/18001024455 પર કોલ કરીને મેળવી શકો છો.

તમે એસએમએસ દ્વારા બેંક ઓફ બરોડાનો નવો આઈએફએસસી કોડ મેળવી શકો છો. આ માટે, તમે MIGR <સ્પેસ> એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંકો દાખલ કરી 8422009988 પર મોકલીને આઈએફએસસી મેળવી શકો છો.

આ પણ વાંચો: મોંઘવારીનો માર, પ્રજામાં હાહાકાર! રાંધણ ગેસના ભાવમાં વધારો, જાણો તમારા જીલ્લાનો ભાવ

બેંક ઓફ બરોડાએ આપી માહિતી:- બેન્ક ઓફ બરોડાએ ટ્વિટર દ્વારા માહિતી આપી છે કે, દેના બેંક અને વિજયા બેંકની જૂની શાખાઓના નવા આઈએફએસસી કોડ્સ (IFSC Code) સરળતાથી મેળવી શકાય છે. કૃપા કરીને 30 મી જૂન, 2021 સુધીમાં તમારી શાખામાંથી નવી MICR સાથે ચેકબુક મેળવી લો અથવા નેટ બેન્કિંગ / મોબાઇલ બેંકિંગ દ્વારા અરજી કરો.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.