khissu

સોનામાં રોકાણ કરવા માંગો છો? હાલ સોનું ખરીદવું કે નહીં? જાણો એક્સપર્ટની વાણી, ચેતજો તમે ખાલી

ચાંદીમાં ભાવ ઘટશે કે વધશે? 

અત્યારે ચાંદીના ભાવમાં 66,900 રૂપિયાનું એક સપોર્ટ લેવલ છે જો આ લેવલ તૂટે તો ભાવ નીચે જઈ શકે પણ ખાસ શકયતા લાગતી નથી. પરંતુ ચાંદીમાં ભાવ વધી શકે છે જે 70 હજાર કે 72 હજાર સુધી જઈ શકે છે. તેથી જે લોકોને ચાંદી ખરીદવું હોય તેઓએ અત્યારે ખરીદી લેવું જોઈએ.

સપોર્ટ અને રસિસ્ટન્સ એટલે શું?

સપોર્ટ એટલે એવું લેવલ કે ત્યાંથી ભાવ નીચે જશે કે નહીં તે ખબર પડી જાય. જો સપોર્ટ તૂટી જાય તો ભાવ નીચે જાય છે અને જો સપોર્ટ મજબૂત હોય તો ભાવ નીચે જતાં રોકે છે અને ત્યાંથી ભાવ ઉપર જવા માંડે છે.

રસિસ્ટન્સ એટલે એવું લેવલ કે ત્યાંથી ભાવ ઉપર જશે કે નહીં તે ખબર પડી જાય. જો રસિસ્ટન્સ તૂટી જાય તો ભાવ વધવા માંડે છે અને જો રસિસ્ટન્સ મજબૂત હોય તો ભાવ વધતા રોકે છે અને ત્યાંથી ભાવ ઘટે છે.

શું સોનાની ખરીદી કરી લેવી જોઈએ?

સોનામાં અત્યારે વચ્ચેનું લેવલ કહી શકાય. સોનાનું 48 હજારનું સપોર્ટ લેવલ છે જે તૂટે તો ભાવ નીચે જાય પરંતુ 48 હજારે જઈને ફરીથી ભાવ ઉપર ચડ્યો અને 49 હજારે પાછું ટચ કરી ગયું.

સોનામાં ખાસ મોટી મંદી દેખાતી નથી. તેથી હાલ સોનુ ખરીદવાની ગોલ્ડન તક છે. આનાથી નીચે ભાવ જાય તેની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે. પરંતુ તેજી પણ કોઈ મોટી દેખાઈ રહી નથી. બહુ બહુતો 51 હજારની આસપાસ ભાવ રમી શકે છે. જે દિવાળી સુધીમાં 52 હજાર સુધી ભાવ જાય તેવી શક્યતા છે.

ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૦૫/૦૭/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭૦.૪૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૬૩.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭૦૪.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૭,૦૪૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૭૦,૪૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૧૨૦૦ રૂપિયાનો વધારો થયો.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૭૨.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૩૭૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૭૨૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૭,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭૨.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૮,૯૭૬.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૮,૭૨૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૮૭,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે.

અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો. khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.