khissu

કામની વાત / શું તમારું રેશનકાર્ડ બ્લોક થયું છે? જાણો તમારા રેશનકાર્ડને અનબ્લોક કરવાની સંપુર્ણ પ્રોસેસ

ગુજરાત ની અંદર બે લાખથી વધુ રેશનકાર્ડ રદ કરી દેવાયા છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ ગરીબ પરિવારો ને મફતમાં અનાજ આપવામાં આવે છે. પરંતુ હવે 6 મહિનાથી વધુ સમયમાં અનાજ લીધું ન હોય તેવા રેશનકાર્ડ બ્લોક કરી દેવાયા છે. રાજ્યના નાગરિક પુરવઠા વિભાગે આવા રેશન કાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મૂકી દીધા છે. જો તમારે મફત અનાજ મેળવવું છે તો ઇ વેરીફીકેશન કરાવું પડશે નહિતર તમારું રેશનકાર્ડ નોન NFSC કેટેગરીમાં ફેરવી નાખવામાં આવશે. 

એક અંદાજ મુજબ સૌરાષ્ટ્રમાં આ પ્રકારના 1,94,760 અને રાજકોટ જિલ્લામાં 29015 રાશનકાર્ડ ધારકો આવી કેટેગરીમાં આવી જાય છે. રેશનકાર્ડ રદ કરતા પહેલા ધારકને એક મેસેજ પણ મોકલવામાં આવે છે અને તેમાં જણાવવામાં આવે છે કે આપના રેશન કાર્ડ પર લાંબા સમયથી કોઈપણ પ્રકારે વિતરણ માટે ટ્રાન્જેક્શન કરવામાં આવેલ નથી તેથી તમારે મામલતદાર કચેરીએ જઇને ઈ-વેરીફીકેશન કરાવવાનું રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાની પરિસ્થિતિમાં ગુજરાતમાં લાખો પરિવારોને ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફતમાં ઘઉં, ચોખા સહિતનું અનાજ આપવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય સલામતી કાયદા હેઠળ મફતમાં અનાજ મેળવનારા રેશનકાર્ડ ધારકોની સંખ્યા ઘણી વધુ છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં એવા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકો છે જે વ્યાજબી ભાવે દુકાનોમાંથી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફતમાં અનાજ લેતા નથી. જેથી તેના રેશનકાર્ડ સાયલન્ટ કેટેગરીમાં મૂકી દીધા છે.

તમારું રેશનકાર્ડ કેવી રીતે અન બ્લોક કરી શકો?
જો તમારું રેશનકાર્ડ પણ બ્લોક થઈ ગયું છે તો તમારે ઝોનલ ઓફિસે જઈ ઈ વેરીફીકેશન કરાવવું પડશે. બ્લોક થયેલા કાર્ડ ધારકે 31 ઓગસ્ટ સુધીમાં ઇ-વેરીફીકેશનની પ્રોસેસ કરાવી લેવાની રહેશે. અરજી કર્યા બાદ કાર્ડ ધારકોની ચકાસણીમાં રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામ, આધાર નંબર, બેંક ખાતા, મોબાઇલ નંબર, સહિતના દસ્તાવેજ મેળવીને લાગુ પડતી મામલતદાર કચેરીએ જઇને ઓનલાઇન ભલામણ કરવી પડશે. જિલ્લા પુરવઠા અધિકારીની મજૂરી મળ્યા બાદ તે રેશનકાર્ડ ધારકને મળવાપાત્ર જથ્થાનું વિતરણ કરવામાં આવશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.