સોના-ચાંદીમાં હાલ ઘણો ઘટાડો થાય રહ્યો હતો પરંતુ તે સપોર્ટ લેવલ તોડી શક્યું નહીં અને હવે સોનામાં ભાવ ફરી વધાવના ચાલુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે સોનામાં ભાવ ધીમે ધીમે વધે તેવી શક્યતાઓ છે એટલો બધો વધારો હાલ સોનામાં થશે નહીં.
મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.
હાલ ગુજરાતમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૦,૦૦૦ થી લઈ ૫૦,૫૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. ચાંદીમાં હાલ કોઈ મંદી આવવાની નથી. ચાંદી હાઈ સપાટીએ જ રહેશે. હાલ ચાંદી ૭૧,૦૦૦ થી ૭૨,૦૦૦ રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે.
જોકે ૧૦ મહિનાની સરખામણીએ ૧૦,૭૩૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં ૨૪ કેરેટ સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૪૦૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૪૯,૩૧૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૬૭,૨૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.
આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૧૦ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૧૦,૭૩૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૧૦,૨૦૦ ₹ નો ઘટાડો થયો છે.
ચાલો તો જાણી લઈએ ગુજરાતના આજના સોના અને ચાંદીના બજાર ભાવ :
આજ ૨૯/૦૭/૨૦૨૧ ના રોજ ચાંદી (silver)ના ભાવ :
૧ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૭.૨૦ રૂપિયા
૮ ગ્રામ ચાંદીનો ભાવ - ૫૩૭.૬૦ રૂપિયા
૧૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬૭૨.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ - ૬,૭૨૦.૦૦ રૂપિયા
૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ - ૬૭,૨૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં ૮૦૦ રૂપિયાનો વધારો થયો છે.
હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૭૩૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૭,૮૪૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૭,૩૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૭૩,૧૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.
હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોના (gold)નો ભાવ :
૧ ગ્રામ સોનાનો ભાવ - ૪,૯૩૧.૦૦ રૂપિયા
૮ ગ્રામ સોનાનો ભાવ - ૩૯,૪૪૮.૦૦ રૂપિયા
૧૦ ગ્રામ સોનાનો ભાવ - ૪૯,૩૧૦.૦૦ રૂપિયા
૧૦૦ ગ્રામ સોનાનો ભાવ - ૪,૯૩,૧૦૦.૦૦ રૂપિયા
જોકે, કાલની સરખામણીએ ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો વધારો થયો.
છેલ્લા ૦૫ દિવસના સોના (gold)ના ભાવ :
તારીખ ૨૨ કેરેટ ૨૪ કેરેટ
૨૪/૦૭/૨૦૨૧ ૪,૭૨,૦૦૦ ₹ ૪,૯૨,૦૦૦ ₹
૨૫/૦૭/૨૦૨૧ ૪,૭૨,૦૦૦ ₹ ૪,૯૨,૦૦૦ ₹
૨૬/૦૭/૨૦૨૧ ૪,૭૩,૯૦૦ ₹ ૪,૯૩,૯૦૦ ₹
૨૭/૦૭/૨૦૨૧ ૪,૭૧,૦૦૦ ₹ ૪,૯૧,૯૦૦ ₹
૨૮/૦૭/૨૦૨૧ ૪,૭૩,૦૦૦ ₹ ૪,૯૩,૦૦૦ ₹
૨૯/૦૭/૨૦૨૧ ૪,૭૩,૧૦૦ ₹ ૪,૯૩,૧૦૦ ₹
અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો. જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.
મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.