ભાદરવાની શરુઆતની સાથે જ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જો આ સમય દરમિયાન તમે સોનું ચાંદી ખરીદવા માંગતા હોય તો આજનો ભાવ શું છે ચાલો જાણી લઈએ. આજે, બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોના અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?
દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 100 રુપિયાનો ધટાડો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,02,760 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 94,210 રૂપિયા પર છે. એટલે કે ગઈકાલની સરખામણીએ આજે 1000 રુપિયાનો વધારો નોંધાયો છે.
અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,110 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,02,660 રૂપિયા છે.
ત્યારે આજે અન્ય કિમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,21,000 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,19,900 પર ટ્રેડ કરી રહ્યો હતો ત્યારે આજે 1000 રુપિયાથી વધારેનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાતો કહે છે કે જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે અને વધી રહ્યા છે, તે જોતાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સોનાનો ભાવમાં વધારો-ઘટાડો રહી શકે