નોકરી કરતા લોકોને સૌથી વધુ આતૂરતા રજાઓની હોય છે. આ કારણ છે કે નવું કેલેન્ડર આવતા સૌથી પહેલા લોકો રજાઓનું લિસ્ટ ચેક કરે છે. બેંકમાં રજા રિઝર્વ બેંકના કેલેન્ડર પ્રમાણે નક્કી થાય છે. બેંકની રજાઓ બધા પર અસર કરે છે. એક તરફ રજા હોવા પર બેંક કર્મચારીઓને રાહતનો અનુભવ થાય છે તો બીજીતરફ લોકોના તમામ કામ બેંક સાથે જોડાયેલા હોય છે, જે રજાને કારણે પ્રભાવિત થાય છે.
થોડા દિવસમાં નવો મહિનો એટલે કે જૂન મહિનો શરૂ થવાનો છે. જૂનના મહિનામાં 12 દિવસ બેંક બંધ રહેશે. આવો તમને જણાવીએ RBI Holiday Calendar પ્રમાણે જૂન મહિનામાં ક્યારે-ક્યારે બેંક બંધ રહેશે.
જાણો ક્યારે-કયારે બેંક રહેશે બંધ
6 જૂન 2025ના તિરૂવનંતપુરમ અને કોચ્ચિમાં Eid-ul-Adha (Bakrid) ની રજા રહેશે.
7 જૂન 2025ના Bakrid (Id-Uz-Zuha) પર અગરતલા, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ - આંધ્રપ્રદેશ, હૈદરાબાદ - તેલંગાણા, ઇમ્ફાલ, જયપુર, જમ્મુ, કાનપુર, કોહિમા, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગરમાં રજા રહેશે.
11 જૂને સંત ગુરૂ કબીર જયંતી/સાહા દાવા પર ગંગટોક અને શિમલામાં બેંક બંધ રહેશે.
27 જૂન રથયાત્રા/કાંગ (રથજાત્રા) પર ભુવનેશ્વર અને ઇમ્ફાલમાં રજા રહેશે.
30 જૂને રેમ્ના પર આઇઝોલમાં બેંક બંધ રહેશે.
આ સિવાય 14 અને 28 જૂને બીજા ચોથા શનિવારની રજા રહેશે.
આ સિવાય જૂન મહિનામાં પાંચ રવિવાર હોવાને કારણે પણ બેંક બંધ રહેશે.
રાજ્ય પ્રમાણે હોય છે રજા
મહત્વનું છે કે બેંક માટે બધા રાજ્યોમાં રજાઓનું લિસ્ટ એક સમાન હોતું નથી. ભારતીય રિઝર્વ બેંક પ્રમાણે બધા રાજ્યોની રજાઓનું લિસ્ટ અલગ-અલગ હોય છે. RBI ની સત્તાવાર વેબસાઇટ પર આ રજાઓનું લિસ્ટ હોય છે. જેમાં રાજ્યો પ્રમાણે અલગ-અલગ તહેવારોની વિગત હોય છે. બેંકની રજામાં પણ ગ્રાહકોને મુશ્કેલી પડતી નથી કારણ કે એટીએમ અને ઓનલાઈન બેન્કિંગ સુવિધા ચાલુ હોય છે. આજના સમયમાં બેંકની મોટા ભાગની કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે, એટલે બેંક બંધ હોવાથી લોકો ઘર બેઠા પોતાના કામ પૂરા કરી શકે છે.