khissu

સોશિયલ મીડિયામાં સવાલોનું વાવાઝોડું: નરેન્દ્ર મોદીએ તો કોવેક્સીન લીધી હતી, અમરિકામાં જવાની મંજુરી કેમ મળી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની ત્રણ દિવસ મુલાકાત પર ગયેલા છે. આ માહિતી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને આપી હતી. આ સાથે જ સોશિયલ મીડિયા પર પ્રશ્નોનો થઈ રહ્યા છે કે  પીએમ મોદી દેશ સાથે ખોટું બોલી રહ્યા છે? તો કેટલાક લોકોએ અમેરિકાની નીતિઓ પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. શા માટે સવાલો ઉઠી રહ્યા છે? તો આવો જાણીએ.

રસીકરણ અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો હતો. ત્યારે 1 માર્ચના રોજ પીએમ મોદીએ વહેલી સવારે એઈમ્સ પહોંચ્યા અને ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવેક્સિન  લગાવી. પરંતુ અમેરિકાએ કોવેક્સિન રસીને મંજુરી નથી આપી. એટલે લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે પીએમ મોદીએ કોવેક્સીન  રસી લગાવી છે અને અમેરિકાએ તેને માન્યતા આપી નથી, તો પીએમ મોદી અમેરિકામાં કેવી રીતે છે?

સોશિયલ મીડિયામાં ઘણા લોકો પ્રશ્નો કરી રહ્યા છે. પીએમ મોદીના અમેરિકા જવા સાથે સવાલ ઉભો થયો કે શું પીએમ મોદીને કોવેક્સિન રસી મળી હતી?  અરમાન નામના યુઝર્સે    ટ્વિટ કરીને લખ્યું કે શું પીએમ મોદીએ ખરેખર કોવેક્સિન-રસી લીધી છે? અમેરિકાએ માત્ર તે જ લોકોને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી છે, જેમણે WHO દ્વારા રસીને એપ્રુવલ મેળવ્યું છે. જો મોદીએ કોવિશિલ્ડ અથવા ફાઈઝર  લીધા હોય તો જ અમેરિકાનો પ્રવાસ કરી શકે છે.  તો શું મોદીએ ફરી ભારતને મૂર્ખ બનાવ્યું? બીજા ઘણા સોશીયલ મીડીયાનાં યુઝર્સ છે જેને આ સવાલ ઉઠાવ્યો છે. તેમજ કોંગ્રેસ પક્ષના નેતાઓ તથા કાર્યકરોએ પણ આ સવાલ ઉઠાવ્યો છે.

તમને જણાવી દઈએ કે 1 માર્ચે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં જઈને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેણે ભારતમાં જ બનાવેલી કોવેક્સિન રસીનો ડોઝ લીધો હતો. પરંતુ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના ઘણા મોટા દેશો દ્વારા આ રસીને માન્યતા મળી નથી.  જોકે કોવિશિલ્ડ આ યાદીમાં સમાવિષ્ટ છે.