અસંગઠિત ક્ષેત્રના મજુરોને સરકારી યોજનાઓનો વધુ સારો લાભ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે E-SHRAM પોર્ટલ ની શરૂઆત કરી છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે પોર્ટલનો લોગો લોંચ કરતી વખતે આ માહિતી આપી હતી. તેને વધુમાં જણાવ્યું કે લક્ષ્ય જૂથ સુધી યોગ્ય વ્યક્તિને યોજનાઓનો લાભ મળે તે દિશામાં સરકારે લીધેલું આ પગલું એક મોટી પહેલ છે.
આ પોર્ટલ અંતર્ગત 38 કરોડ કામદારોને જોડવાનો લક્ષ્યાંક છે.
સંગઠિત ક્ષેત્રની જેમ અસંગઠિત ક્ષેત્રના કામદારો વિશે સચોટ માહિતી એક જગ્યાએ ઉપલબ્ધ નથી. એવામાં જો સરકારને અસંગઠિત ક્ષેત્રના કામદારોને કોઈ યોજનાનો લાભ આપવો હોય તો તેમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ આવા કામદારોની સંખ્યા અંગે કોઈ સટિક માહિતી મેળવી શકાતી નથી. શ્રમ પોર્ટલ દ્વારા અસંગઠિત ક્ષેત્ર હેઠળ કામ કરતા પ્રવાસી મજૂર, કંસ્ટ્રક્શન વર્કર, ઘરોમાં કામ કરવા વાળા શ્રમિકો વગેરે મજૂરોને આ પોર્ટલની મદદથી જોડવામાં આવશે.
પોર્ટલ ઉપરાંત રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર પણ શરૂ કરવામાં આવશે. જ્યાં મજુરો તેના પ્રશ્નોનાં જવાબ મેળવી શકશે. તે સિવાય મજૂરોએ જન્મ તારીખ, મોબાઈલ નંબર, શહેર અને બીજી જાણકારી આપવી પડશે.
મજૂરોને 12 અંકનો વિશેષ નંબર મળશે: જ્યારે મજૂર પોર્ટલ પર પોતાની નોંધણી કરાવશે ત્યારે તેમને 12 અંકનો યુનિક નંબર મળશે. જેના આધારે સરકાર તેને સબંધિત યોજનાઓનો લાભ આપશે અને યોજનાઓનો લાભ મેળવી શકશે.
કોરોના કાળમાં ઘણા પ્રવાસી મજુરો યોજનાઓથી વંચિત રહ્યા: સચોટ આંકડાઓનાં અભાવને કારણે કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને પ્રવાસી મજૂરોને યોજનાઓના લાભો આપવામાં મુશ્કેલી પડી હતી. તેને જોતા આ પહેલ ભવિષ્ય માટે ખુશ અસરકારક સાબિત થઈ શકે છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.