કેન્દ્ર સરકારે ગઈકાલે કોરોના રસીકરણ અંગે મહત્વની જાહેરાત કરી દીધી છે. સરકારે કહ્યું છે કે અપંગ અને વૃદ્ધ લોકોને ઘરે જઈને રસી આપવામાં આવશે. નીતિ આયોગ-હેલ્થ મેમ્બર ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે અસહાય લોકોને ડોર-ટુ-ડોર રસી આપવા અંગે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે.
આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડોર-ટુ-ડોર ટેસ્ટિંગ અને અપંગ અને અસહાય લોકોને રસી આપવા અંગે પત્ર લખ્યો છે. આમાં, તેમને અપંગ લોકોને ઘરે અથવા નજીકના કેન્દ્રમાં જઈને રસી આપવાની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આવતી કાલથી નવો વરસાદ રાઉન્ડ, 27-28 ભારે વરસાદ, મજબૂત લો-પ્રેશર સક્રિય...
કેન્દ્રીય આરોગ્ય મંત્રી રાજેશ ભૂષણે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 31 હજાર કેસ નોંધાયા છે. આમાંથી મોટાભાગના કેસ કેરળ અને મહારાષ્ટ્રના છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન, કુલ કેસોમાંથી 62.73 ટકા કેસ એકલા કેરળમાંથી આવ્યા છે.
તેને વધુમાં જણાવ્યું કે દેશની વસ્તીના 66 ટકા લોકોને ઓછામાં ઓછો એક કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 23 ટકા વસ્તીએ બંને ડોઝ લઈ લીધા છે.
કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100% રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં લક્ષદ્વીપ, ચંદીગઢ, ગોવા, હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને સિક્કિમનો સમાવેશ થાય છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.