દરેક મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવાનો નિયમ છે. તાજેતરના મહિનાઓમાં પેટ્રોલિયમ કંપનીઓ મહિનામાં બેથી ત્રણ વખત એલપીજીના ભાવમાં સુધારો કરી રહી છે. અધિકારીઓને સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે ભાવમાં વધારા વિશે માહિતી મળી. નવા દરો લાગુ પણ થઈ ગયા છે. સોમવારે રાત્રે અચાનક પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો અને દરેકને આઘાત લાગ્યો.
સામાન્ય માણસને ફરી એક વખત આંચકો લાગ્યો છે. પેટ્રોલિયમ કંપનીઓએ ફરી એક વખત એલપીજીના ભાવમાં વધારો કર્યો છે. સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 859.5 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા 1 જુલાઈએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: PMJDY/ જન-ધન ખાતાધારકો માટે ખુશખબરી: ફ્રીમાં મળશે રૂ. 2 લાખનો લાભ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર
LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો: મુંબઈમાં પણ 14.2 કિલો એલપીજી સિલિન્ડરનો દર હવે 859.5 રૂપિયા છે, જ્યારે અત્યાર સુધી તે 834.50 રૂપિયા હતો. કોલકાતામાં એલપીજી સિલિન્ડરનો દર 861 રૂપિયાથી વધીને 886 રૂપિયા પ્રતિ સિલિન્ડર થયો છે. જ્યારે ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડર માટે તમારે 875.50 રૂપિયા ચૂકવવા પડશે. ઉત્તરપ્રદેશના લખનઉમાં એલપીજી સિલિન્ડર માટે તમારે 897.5 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાતના અમદાવાદમાં એલપીજી ગેસ સિલિન્ડર માટે 866.50 રૂપિયા ચૂકવવા પડશે. આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી. જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં બે વખત ભાવ વધારવામાં આવ્યો જેથી 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યા હતા.
આ વર્ષે LPG સિલિન્ડરની કિંમતમાં 165.50 રૂપિયાનો વધારો થયો.
તમને જણાવી દઈએ કે વર્ષ 2021 ની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરીમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધારીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ ભાવ વધારીને 769 રૂપિયા કરવામાં આવ્યા હતા. આ પછી, 25 ફેબ્રુઆરીએ એલપીજી સિલિન્ડરની કિંમત ઘટાડીને 794 રૂપિયા કરવામાં આવી હતી. માર્ચમાં એલપીજી સિલિન્ડરની કિંમત વધારીને 819 રૂપિયા કરવામાં આવી હતી. એપ્રિલની શરૂઆતમાં 10 રૂપિયાના ઘટાડા બાદ દિલ્હીમાં સ્થાનિક એલપીજીની કિંમત 809 રૂપિયા થઈ ગઈ હતી. એક વર્ષમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં 165.50 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ડિસેમ્બરથી અત્યાર સુધી સિલિન્ડરની કિંમતમાં લગભગ 275 રૂપિયાનો વધારો થયો છે.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજના: 1.50 લાખ રૂપિયાની સહાય મળશે, ફોર્મ ભરો અને તમારા સપનાનું ઘર મેળવો
કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો.
એલપીજી સિલિન્ડર ઉપરાંત, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂ. 68 નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર રૂ. 1618 માં મળશે, જે અત્યાર સુધી 1550 રૂપિયા મળતો હતો.
ગુજરાતના દરેક જિલ્લામાં 17 ઓગસ્ટથી 14.2 કિલોગ્રામ વાળા LPG ગેસ સિલિન્ડરનાં ભાવ નીચે મુજબ રહેશે.
જિલ્લો | 17 ઓગસ્ટ 2021 | 1 જુલાઈ 2021 |
અમદાવાદ | 866.50 | 841.50 |
અમરેલી | 887.30 | 854 |
આણંદ | 878.60 | 840.50 |
ભરૂચ | 878.60 | 840.50 |
ભાવનગર | 867.40 | 842.50 |
બોટાદ | 877.80 | 848 |
છોટાઉદેપુર | 898.60 | 849 |
દાહોદ | 903.80 | 862 |
ગાંધીનગર | 880.40 | 842.50 |
જામનગર | 866.50 | 847 |
જુનાગઢ | 878.60 | 853.50 |
મહેસાણા | 880.40 | 843 |
મોરબી | 865.60 | 855.50 |
નવસારી | 842.20 | 849 |
પાલનપુર | 900.30 | 874.30 |
પાટણ | 900.30 | 858.50 |
પોરબંદર | 879.50 | 855.50 |
રાજકોટ | 854.4 | 840 |
રાજપીપળા | 866.50 | 841.50 |
સુરત | 839.60 | 840 |
સુરેન્દ્રનગર | 866.50 | 847 |
વેરાવળ | 880.40 | 855 |
નડિયાદ | 880.40 | 855 |
વડોદરા | 878.60 | 840.50 |
વલસાડ | 864.80 | 854 |
ખંભાળીયા | 878.60 | 853.30 |
હિંમતનગર | 902.90 | 876.80 |
ગોધરા | 890.80 | 865.10 |
ભુજ | 880.40 | 855 |
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.