ચાંદીનાં વાયદામાં તોતિંગ ઘટાડો, તો સોનું કેટલું સસ્તુ? જાણો આજના સોના ચાંદીના ભાવ

ચાંદીનાં વાયદામાં તોતિંગ ઘટાડો, તો સોનું કેટલું સસ્તુ? જાણો આજના સોના ચાંદીના ભાવ

જો તમે પણ સોના-ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે. હાલના સમયમાં આ ટ્રેડીંગ દિવસોમાં ભાવમા ગરમાઈ જોવા મળી છે. જ્યારે આજના ટ્રેડીંગ દિવસમાં સોનાના ભાવમાં વધારો થયો (Today Gold rate) અને ચાંદી ના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે સાંજે 288 રૂપિયા ગગડીને 88169 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયો હતો. જે સવારે 88457 રૂપિયા પર ખુલ્યો હતો. જ્યારે ચાંદી જોઈએ તો ચાંદી 224 રૂપિયા તૂટીને 97620 રૂપિયા પર ક્લોઝ થઈ હતી જે સવારે 97844 રૂપિયા પર ખુલી હતી

શનિવારે 24 કેરેટ સોનું 89,880 રૂપિયા, 22 કેરેટ રૂપિયા 82,350 ,18 કેરેટ રૂપિયા 67,380 પ્રતિ 10 ગ્રામ બંધ થયું છે.આપને જણાવી દઈએ કે MCX અને આંતરરાષ્ટ્રીય બજાર અને સોનાના બજાર દરો ચાંદી કર વગરની છે, તેથી દેશભરના બજારોમાં તેના દરમાં તફાવત છે

શનિવારે ચાંદી 4,200 રૂપિયા ઘટીને 1,01,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. આ પહેલા શુક્રવારે પણ ચાંદી 100 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ હતી અને 1,05,200 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.