Top Stories
khissu

બેંક ઓફ બરોડાએ જબ્બર ઓફર કરી, લાઇફ ટાઇમ ઝીરો બેલેન્સ સેવિંગ એકાઉન્ટ ખોલી નાખો, ઓફરનો પણ ઢગલો


Bank Of Baroda: બેંક ઓફ બરોડા (BANK) એ તેના 'BOB કે સંગ ત્યાહાર કી ઉમંગ' તહેવારોની ઝુંબેશ હેઠળ bob LITE બચત ખાતું ઓફર કર્યું છે. આ એક એવું ખાતું હશે જેને તમે જીવનભર ઝીરો બેલેન્સ સાથે ચલાવી શકશો, એટલે કે મિનિમમ બેલેન્સ જાળવવાના દબાણથી તમને મુક્તિ મળશે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'bob LITE એકાઉન્ટ ગ્રાહકોને કોઈપણ લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત વિના મુશ્કેલી મુક્ત બેંકિંગ અનુભવ પ્રદાન કરે છે.'

સમયમર્યાદા ફરી લંબાવવામાં આવી, હવે તમે આવતા વર્ષના છેક આ મહિના સુધી મફતમાં આધાર અપડેટ કરી શકશો

આજીવન ફ્રી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ

વધુમાં ગ્રાહકની અન્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે bob LITE સેવિંગ્સ એકાઉન્ટ સાથે તમને નજીવા ત્રિમાસિક સરેરાશ બેલેન્સ (QAB) જાળવવા પર આજીવન મફત રુપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ પણ મળશે અને ખાતાધારકો આજીવન મફત ક્રેડિટ કાર્ડનો પણ લાભ લઈ શકે છે. જો કે, તે પાત્રતા પર આધાર રાખે છે.

જલ્દી કરો, 31 તારીખ પહેલાં આ ત્રણ બેંકમાં લઈ લો લાભ, ફરી નહીં આવે આવી યોજના

ખાતા પર ઑફર્સ ઉપલબ્ધ થશે

તહેવારોની સિઝન દરમિયાન Bob Lite સેવિંગ્સ એકાઉન્ટ પર પણ ઑફર્સ ઉપલબ્ધ રહેશે. તહેવારોની ઝુંબેશના ભાગરૂપે, બેંક ઓફ બરોડાએ બેંકના કાર્ડ્સ પર બહુવિધ ઑફર્સ અને ડિસ્કાઉન્ટ ઓફર કરવા માટે ઈલેક્ટ્રોનિક્સ, ટ્રાવેલ, ફૂડ, ફેશન, મનોરંજન, જીવનશૈલી, કરિયાણા અને આરોગ્ય જેવી શ્રેણીઓમાં ગ્રાહક બ્રાન્ડ્સ સાથે હાથ મિલાવ્યા છે.

આજે 2 લાખ જમા કરાવો, થઈ જશે 4 લાખ રૂપિયા, વ્યાજમાં વધારા પછી Post office ની બેસ્ટ યોજના

ઉત્સવની ઝુંબેશ 31 ડિસેમ્બર 2023 સુધી ચાલશે અને કાર્ડધારકો રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, MakeMyTrip, Amazon, BookMyShow, Myntra, Swiggy, Zomato અને અન્ય બ્રાન્ડ્સની ઑફર્સનો લાભ લઈ શકશે.