Top Stories
આજે 2 લાખ જમા કરાવો, થઈ જશે 4 લાખ રૂપિયા, વ્યાજમાં વધારા પછી Post office ની બેસ્ટ યોજના

આજે 2 લાખ જમા કરાવો, થઈ જશે 4 લાખ રૂપિયા, વ્યાજમાં વધારા પછી Post office ની બેસ્ટ યોજના

નમસ્સકાર ગુજરાત, સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5 ટકા વ્યાજની જાહેરાત કરી છે. જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો, તો તમારા પૈસા બમણા થઈ જશે. 

કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે. વ્યાજ દરમાં વધારા પહેલા કિસાન વિકાસ પત્રમાં પૈસા 123 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે એક લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો મેચ્યોરિટી પર તે વ્યક્તિને બે લાખ રૂપિયા મળશે. કિસાન વિકાસ પત્રમાં તમે 1 હજાર રૂપિયાથી રોકાણ કરી શકો છો. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે તમારી ઈચ્છઆ પ્રમાણે રોકાણ કરી શકો છો. કિસાન વિકાસ પત્રમાં તમને ટેક્સ છૂટનો પણ ફાયદો મળે છે.

કિસાન વિકાસ પત્રમાં કઈ રીતે ખોલાવશો ખાતું? કિસાન વિકાસ પત્ર યોજનામાં ખોતુ ખોલાવવા માટે પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ હોવું જોઈએ, જેના દ્વારા તમે સરળતાથી કિસાન વિકાસ પત્રમાં એકાઉન્ટ ખોલાવી શકો છો.