Top Stories
khissu

તમારા બેન્ક ખાતામાં એક પણ રૂપિયો બેલેન્સ ન હોવા છતાં પણ રૂપિયા ઉપાડી શકશો, જાણો શું છે બેન્કોમાં મળતી આ સુવિધા?

Business News: બેંક દ્વારા ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ તમે તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. શું તમે બેંકની આ સુવિધા વિશે જાણો છો? જો તમે તેના વિશે નથી જાણતા તો આજે અમે તમને તેના વિશે જણાવીશું. આ સુવિધાનું નામ ઓવરડ્રાફ્ટ સુવિધા (Bank Overdraft Facility) છે.

NBFC તેમના ગ્રાહકોને એક ખાસ સુવિધા પૂરી પાડે છે, જેમાં ગ્રાહકો બેંકમાં ઓછા પૈસા હોવા છતાં વધુ પૈસા ઉપાડી શકે છે. આ સુવિધાને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ સુવિધા સરકારી અને ખાનગી બંને બેંકો દ્વારા આપવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ ગ્રાહકના બચત અથવા ચાલુ ખાતા સાથે જોડાયેલ છે. ગ્રાહકને ઓવરડ્રાફ્ટની કેટલી રકમ મળશે અને તેની મર્યાદા શું હશે? આ અંગેનો નિર્ણય બેંક દ્વારા લેવામાં આવે છે. આ મર્યાદા બધા ગ્રાહકો માટે અલગ હોઈ શકે છે.

ઓવરડ્રાફ્ટ સુવિધા હેઠળ, તમારે ચોક્કસ સમયની અંદર તમે ઉપાડેલી રકમની ચુકવણી કરવી પડશે. આ પૈસા પર તમારે વ્યાજ પણ ચૂકવવું પડશે. ઓવરડ્રાફ્ટ સુવિધામાં, વ્યાજની રકમ દૈનિક ધોરણે ગણવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેનાર ગ્રાહક ભારતનો નાગરિક હોવો આવશ્યક છે. આ સિવાય તેની ઉંમર 21 વર્ષથી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તમારો ગ્રાહકનો CIBIL સ્કોર સારો હોવો જોઈએ, તો જ ગ્રાહકને આ સુવિધા મળી શકશે.

આ પણ વાંચો

કાચા તેલમાં દિવસે ને દિવસે બુલેટ ટ્રેનની ગતિએ ભાવ વધારો, હવે તમે પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાના ખાલી સપના જુઓ!

મેઘરાજા ગુજરાત પર તૂટી પડ્યાં, અંબાલાલની આગાહી સાંભળી ધ્રુજી ઉઠશો, આટલા જિલ્લામાં ગામો ડૂબી જવાની શક્યતાં!

શું તમે પણ ઘરની આર્થિક તંગીથી પરેશાન છો? 4 જગ્યાએ રાખો આ સફેદ વસ્તુ, આજીવન ક્યારેય પૈસાની કમી નહીં આવે

ઓવરડ્રાફ્ટ સુવિધા માટે અરજી કરતા પહેલા, પ્રોસેસિંગ ફી વિશે ખાતરી કરો. કેટલીક બેંકો આ સેવા માટે પ્રોસેસિંગ ફી પણ વસૂલે છે. કેટલીક બેંકો પૂર્વ-મંજૂર ગ્રાહકોને આ સુવિધા પૂરી પાડે છે. તે જ સમયે, ઘણા ગ્રાહકોએ આ માટે અરજી કરવી પડશે.