khissu

મેઘરાજા ગુજરાત પર તૂટી પડ્યાં, અંબાલાલની આગાહી સાંભળી ધ્રુજી ઉઠશો, આટલા જિલ્લામાં ગામો ડૂબી જવાની શક્યતાં!

Gujarat Weather news: મેઘરાજા ગુજરાત પર ફરીથી મહેરબાન થયા છે. હવે ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઠેકઠેકાણે ભારેથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજની વાત કરીએ તો મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં 19 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે. તેમજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. આ સિવાય મહેસાણા અને સાબરકાંઠામા પણ ભારે વરસાદની આગાહી છે.

આ સિવાય આગાહીની આગળ વાત કરીએ તો અમદાવાદ, પાલનપુર, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભરૂચ, મહેસાણા, રાજકોટ, આ તમામ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સ્કાયમેટ નામનાં પ્લેટફોર્મ પર વાતાવરણને લઈને અને હવામાનની ઘણી સચોટ આગાહીઓ મળી શકે છે. ગુજરાતમાં મેઘાએ એકવાર ફરી તમામ જિલ્લાઓને ધમરોળ્યા છે. રાજ્યભરમાં છેલ્લા 24 કલાકથી વરસાદ જોવા મળ્યો છે. ક્યાંક ખૂબ વધારે તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળ્યો છે.

હવામાન વિભાગ કહી રહ્યું છે કે હજુ આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે. ત્યાર બાદ તે કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા જોવામાં આવી રહી છે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠામાં અતિભારે વરસાદ પડશે એ પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

સરકાર 2 દિવસમાં 1 લાખ આયુષ્માન કાર્ડનું વિતરણ કરશે, લોકોને 5 લાખ સુધીની મફત સારવારની સુવિધા

પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમ, 115 મહિના માટે રોકાણ કરો... તમારા પૈસા બમણા થશે

આ સાથે જ કચ્છના વાગડ સહિત પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડશે. કચ્છમા ભારેથી અતિભારે વરસાદના કારણે સતર્ક રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા વરસાદને કારણે અમરેલી જિલ્લાના વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.