khissu

રાજ્યમાં વરસાદના આક્રમક રાઉન્ડ માટે રહો તૈયાર, ભારે વરસાદની આગાહી

બંગાળની સિસ્ટમ જે હાલ ડીપ ડિપ્રેશનની કેટેગરી એ છત્તીસગઢ અને ઝારખંડ આજુબાજુ છવાયેલી છે તે આગામી 24 કલાકમાં નબળી પડી જશે. અને ઉત્તર પશ્ચીમ તરફ મધ્યપ્રદેશ આજુબાજુ આવશે. લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ બાજુ આવતા ઉત્તર દિશા તરફ ફન્ટાશે એવું હાલના મોડલમાં લાગી રહ્યું છે.

આ પણ વાંચો: મહિનાની આખર તારીખ નજીક, ફટાફટ પતાવી લો આ ત્રણ કામ

આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદના હવામાન વિભાગે સંકેત આપ્યા છે.

હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો રાજ્યમાં અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો રાજ્યમાં આજે કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: આવતી કાલથી ફરી રાઉંડ/ વાવાઝોડાની અસરને કારણે ક્યાં જીલ્લામાં વરસાદ? વરાપ ક્યારે? આગાહી?

એ સિવાય પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે. બીજી બાજુ ભાવનગર અને બોટાદમાં પણ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. 23 ઓગસ્ટે આ વિસ્તારોમાં સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત તેમજ કચ્છના લાગુ પ્રદેશમાં વરસાદની સંભાવના જણાય રહી છે.