khissu

આવતી કાલથી ફરી રાઉંડ/ વાવાઝોડાની અસરને કારણે ક્યાં જીલ્લામાં વરસાદ? વરાપ ક્યારે? આગાહી?

નમસ્કાર ખેડૂત મિત્રો,
જોકે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં એક વરાપનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે. જો કે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર (મિની વાવાઝોડા સુધી પહોંચેલી) સિસ્ટમની અસર ફરી ગુજરાતમાં એક નાનો વરસાદનો રાઉન્ડ આપશે. આ નાના વરસાદના રાઉન્ડની અસર 23 તારીખે વધારે રહેશે. જ્યારે 22 અને 24 તારીખે અડધો-અડધો દિવસ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

22-23-24 તારીખે વરસાદ આગાહી.
લો પ્રેશરની અસરના ભાગરૂપે આવતીકાલથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમની અસરનો ઘેરાવો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત લાગુ રહેશે. જોકે છેલ્લી સિસ્ટમના ઘેરાવા કરતા ખૂબ જ નાનો છે અને અસર પણ ખૂબ જ ઓછી રહેશે તેમ છતાં નાનો વરસાદ રાઉન્ડ જોવા મળશે.

કઈ વિસ્તારમાં વધારે વરસાદ પડશે?
સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને પાટણ જિલ્લામાં શક્યતા ગણવી.

દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ કચ્છ વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહેશે જ્યારે સૌરાષ્ટ્રમાં નહિવત શક્યતા પણ જોવા મળશે. સિસ્ટમ નાની છે એટલે અસર ઓછી રહેશે પરંતુ ચોમાસાની સિઝન હોવાથી ઠંડરસ્ટ્રોમનો વરસાદ અમુક વિસ્તારોમાં પડી શકે છે બાકી બધે વરાપ/રેડા/ઝાપટાં જોવા મળશે.

વરાપ કેટલાં દિવસ ચાલશે?
રાઉન્ડ પૂરો થાય પછી ચાલુ મહિના દરમિયાન વરાપનો માહોલ રહેશે, જોકે 28 29 તારીખ પછી ફરી વાતાવરણમાં થોડો થોડો બદલાવ આવશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર કચ્છના ખેડૂત ભાઈઓ પોતાના ખેતીના કામો છે એ વાતાવરણને ધ્યાનમાં રાખી અને પતાવી શકે છે.