khissu

સિસ્ટમ દેખાતા હવામાન ખાતું બદલ્યું; શુક્ર થી મંગળ સુધી ભારે આગાહી, જાણો ક્યાં-ક્યાં જીલ્લામાં?

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા મંગળવાર સુધી એટલે કે 12 જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ કચ્છના કાંઠાના વિસ્તારો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. જોઈએ તારીખ મુજબ આગાહી

શુક્રવારે વરસાદ આગાહી: નવસારી, દ્વારકા, ડાંગ, પોરબંદર, સુરત, તાપી, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા જિલ્લામાં વરસાદ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો: બંગાળની ખાડી ફરી લાવશે હરખની હેલી; લો પ્રેશર સિસ્ટમ, અતિભારે મેઘ મહેર આગાહી

શનિવારે વરસાદ આગાહી: કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ અને સુરત, તાપીમાં આગાહી

રવિવારે વરસાદ આગાહી: દ્વારકા, પોરબંદર, વલસાડ, જુનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં આગાહી

સોમવારે આગાહી: સોમવારે એટલે કે 11 જુલાઈના રોજ આખા ગુજરાતમાં ભારતીય ભારે વરસાદ પડવાની સંભાવના છે.

મંગળવારે આગાહી: 12 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડવાની આગાહી.

આ પણ વાંચો : ભારે વરસાદની આગાહી: જાણો કયા જિલ્લામાં આવશે ઘોડાપૂર?