બંગાળની ખાડી ફરી લાવશે હરખની હેલી; લો પ્રેશર સિસ્ટમ, અતિભારે મેઘ મહેર આગાહી

બંગાળની ખાડી ફરી લાવશે હરખની હેલી; લો પ્રેશર સિસ્ટમ, અતિભારે મેઘ મહેર આગાહી

નમસ્કાર મિત્રો, જૂન મહિનામાં ગુજરાતમાં ચોમાસુ ખાસ રહ્યું નથી પરંતુ જુલાઈની શરૂઆત થતા જ ચોમાસુ જામવાનું શરૂ થઈ ગયું છે. અને ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે ત્યારે અમુક વિસ્તારો હજુ પણ એવા છે જે સારા વરસાદની હજુ પણ રાહ જોઇને જ બેઠા છે. છેલ્લા દિવસો દરમિયાન બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બન્યું હતું જે ગુજરાત પર આવ્યું પરંતુ તે ખૂબ મજબૂત ન હતું અને ઝડપ થી આગળ નીકળી ગયું જેના લીધે અમુક વિસ્તારો સારા વરસાદથી વંચિત રહી ગયા છે પરંતુ આવનાર દિવસોમાં ત્યાં પણ સારો વરસાદ પડી જશે.

ગુજરાતમાં હાલમાં વરસાદનો રાઉન્ડ ચાલુ છે જે અવિરત પણે આગાહીના દિવસોમાં ચાલુ જ રહેશે. એકાદ બે દિવસમાં ફરી બંગાળની ખાડીમાં બીજુ લો-પ્રેશર બનશે જે પણ ગુજરાત પર પ્રભાવી રહેશે એટલે રાજ્યમાં આગામી દિવસોમાં મેઘમહેર યથાવત રહેશે. સિસ્ટમ નજીક હોય ત્યારે વધુ વિસ્તારોમાં તો બાકીના દિવસે ઓછા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે. 

શું છે આગોતરું એંધાણ? આગાહીના અંતિમ દિવસોમાં 12, 13 તારીખ આસપાસ ફરી બંગાળની ખાડીમાં ત્રીજું લો-પ્રેશર બનશે જે પણ ગુજરાતને અસરકર્તા રહે તેવી શકયતા બની રહી છે જેથી આગામી દિવસો વરસાદથી ભરપૂર રહેશે. નજીકના દિવસોમાં સંપૂર્ણ મેઘવીરામ જોવા મળે તેવી શકયતા નથી.