khissu

કપાસના ભાવમાં ભડકો, જાણો આજના બજાર ભાવ તારીખ (07/04/2022, ગુરુવારના)

આર્થિક ક્ષેત્રે મંદી થાય એ પહેલા ડુંગળીની બજારમાં મંદીનો માહોલ છવાય ગયો છે. ડુંગળીનાં ભાવ સરેરાશ સારી ક્વોલિટીમાં મણનાં રૂ.૨૦૦ની અંદર આવી ગયાં છે. માર્ચ મહિનાની આખરની રજાઓ બાદ ડુંગળીનાં ભાવ ઝડપથી ઘટ્યાં છે અને હાલ તેમાં સુધારો થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. કેન્દ્ર સરકાર પણ ડુંગળીનાં ખેડૂતોને બચાવવા માટે હાલ કોઈ જ પગલા લેવા તેવા કોઈ સંકેત મળતા નથી, જેને પગલે આગામી થોડા દિવસો બજારો નીચા જ રહે તેવી ધારણાં છે.

વેપારીઓ કહે છેકે હાલ આવકો સારીછે અને સામે લેવાલી નથી. સ્ટોકિસ્ટોપણ આ ભાવથી લેવાલ તૈયાર નથી, જો ડુંગળીનાં ભાવ રૂ.૧૫૦ની અંદર આવી જાય તો સ્ટોકિસ્ટોની ઘરાકી આવી શકે છે. નિકાસ વેપારો જે થવા જોઈએ એટલા થતા નથી, કારણ કે શિપિંગ ભાડા બહુ ઊંચા છે.ગોંડલમાં લાલ ડુંગળીની આઠ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૪૬થી ૧૮૧નાં હતાં. જ્યારે સફેદમાં ૧૨ હજાર કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૨૬થી ૧૫૬નાં હતાં. સરેરાશ મણે રૂ.૧૦ ઘટ્યાં હતાં. રાજકોટમાં ડુગંળીની ૩૬૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૪૧થી ૧૮૫ના હતાં.

આ પણ વાંચો: જો તમારી પાસે જૂનુ વાહન છે તો સરકારે એપ્રિલ મહિના પછી નવાં નિયમો જાહેર કર્યા એ જાણી લો, બાકી વાહન જપ્ત કરી લેવામાં આવશે.

મહુવામાં લાલ ડુંગળીનાં ૨૩ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૭૦થી ૧૯૭ અને સફેદમાં ૪૫ હજાર થેલીનાં વેપાર સામે ભાવ રૂ.૧૨૦થી ૨૨૫નાં હતાં.

મગફળીનાં ભાવ છેલ્લા બે દિવસમાં થોડા વધતા અને ગરમીનું પ્રમાણ છેલ્લા થોડા દિવસથી વધી રહ્યું હોવાથી મગફળીનાં સ્ટોકમં ડંખી પડવા લાગી છે જેને પગલે ખેડૂતો હવે મગફળી બજારમાં ઠલવવા લાગ્યાં હોવાથી બુધવારે મગફળીની આવકોમાં અચાનક વધારો જોવામળ્યો હતો. રાજકોટ અને ગોંડલ જેવા બે મુખ્યસેન્ટરોમાં જ મગફળીની આવકો ૬૦ હજાર ગુણીની ઉપર થઈ હતી.

આ પણ વાંચો: SBI કે પોસ્ટ ઓફિસ ? શેમાં મળશે તમને વધુ વળતર ? જાણો અહીં

મગફળીનાં વેપારીઓએ જણાવ્યું હતુ કે મગફળીમાં બગાડ વધુ આવે એ પહેલા ખેડૂતો નબળી મગફળી બજારમાં ઠલલવા લાગ્યાં છે. પરિણામે બે દિવસમાં આવકો વધી ગઈ છે. આગામી થોડા દિવસો આવકો હજી સારી રહે તેવી ધારણાં છે, પંરતુ જો ભાવમાં બહુ ઘટાડો થશે 
તો વળી ખેડૂતોની વેચવાલી આવી શકે છે. ગરમી અત્યારે સામાન્યકરતાં વધારે પડી રહી છે જેની અસરે પણ મગફળીમાં ડંખી માલો અને મુંડાની ફરીયાદો અનેક સેન્ટરમાંથી આવી રહી છે. બીજી તરફ સીંગતેલ લુઝનાં ભાવ પણ ઘટ્યાં હોવાથી બજારમાં ઘટાડાની સંભાવનાં છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ ગજબની સ્કીમમાં 100 રૂપિયાના થશે 16 લાખ! જાણો શું છે આ સ્કીમનો લાભ લેવાની પ્રક્રિયા

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1870

2450

ઘઉં 

400

518

જીરું 

2500

4145

એરંડા 

1075

1303

બાજરો 

400

520

રાયડો 

1050

1245

ચણા 

800

1135

મગફળી ઝીણી 

900

1244

લસણ 

105

650

અજમો 

1800

2875

ધાણા 

1500

2550

તુવેર 

1000

1165

મેથી 

1000

1230

મરચા સુકા 

500

3900 

 

સાવરકુંડલા માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1800

2511

ઘઉં 

370

570

જીરું 

3100

4965

બાજરો 

503

657

ચણા 

870

952

મગફળી જાડી 

1230

1380

જુવાર 

425

575

તુવેર 

1011

1211

ધાણા 

1800

2465

તલ કાળા  

2011

2351 

મેથી 

850

1211

ઘઉં ટુકડા 

400

700 

રાજકોટ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

 1800

2510

ઘઉં લોકવન 

435

474

ઘઉં ટુકડા 

442

514

જુવાર સફેદ 

435

621

જુવાર પીળી 

350

470

બાજરી 

380

440

તુવેર 

1010

1250

ચણા પીળા 

890

943

અડદ 

750

1450

મગ 

1318

1470

વાલ દેશી 

890

1461

વાલ પાપડી 

1550

1800

ચોળી 

950

1661

કળથી 

850

975

સિંગદાણા 

1700

1825

મગફળી જાડી 

1050

1340

મગફળી ઝીણી 

1070

1280

સુરજમુખી 

850

1205

એરંડા 

1363

1404

અજમો 

1550

2165

સુવા 

850

1170

સોયાબીન 

1380

1465

સિંગફાડા 

1140

1700

કાળા તલ 

1920

2460

લસણ 

300

700

ધાણા 

2250

2450

જીરું 

3500

4200

મેથી 

1050

1275

ઇસબગુલ 

2150

2476

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

380

477

ઘઉં ટુકડા 

400

469

ચણા 

900

1100

તુવેર 

1050

1329

મગફળી ઝીણી 

1045

1240

મગફળી જાડી 

900

1326

તલ 

1800

2141

તલ કાળા 

2070

2070

જીરું 

2700

3700

ધાણા 

2000

2490

મગ 

1350

1350

સોયાબીન 

1200

1519

મેથી 

800

1120

કાંગ 

-

 

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1061

2571

ઘઉં 

408

470

જીરું 

2200

4211

એરંડા 

1300

1396

તલ 

1500

2221

બાજરો 

291

291

રાયડો 

900

1281

ચણા 

891

941

મગફળી ઝીણી 

920

1321

મગફળી જાડી 

930

1371

ડુંગળી 

41

206

લસણ 

101

521

સોયાબીન 

1366

1481

ધાણા 

1500

2626

તુવેર 

901

1301

 મગ 

1076

1511

મેથી 

700

1171

રાઈ 

1091

1331

મરચા સુકા 

1301

6451

ઘઉં ટુકડા 

422

701

શીંગ ફાડા 

1106

1626