આપ બધા જાણો છો કે ઘણાં દિવસો પહેલા રાજ્યમાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા જૂના વાહનોની સ્ક્રેપ પોલિસી જાહેર કરવામાં આવી હતી જે બાદ 15 વર્ષ જૂના વાહનોનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાના ચાર્જમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. નવા ચાર્જો એપ્રિલ મહિનાથી લાગુ થઇ ચુક્યા છે.જે તમારે જાણવા ખુબ જરૂરી છે.
જુના વાહનોનું રજીસ્ટેશન ક્યારે અને દંડ? જયારે નવુ વાહન ખરીદવામાં આવે ત્યારે તેમના રજિસ્ટ્રેશનની અવધિ 15 વર્ષ આપવામાં આવે છે. 15 વર્ષ પછી તે વાહન રોડ પર ચલાવવા યોગ્ય છે કે નહીં તેમની માટે ફિટનેસની ચકાસણી આરટીઓમાં કરાવી વ્હીકલનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવુ પડે છે. બીજી વખત 5 વર્ષ માટે રજિસ્ટ્રેશનની અવધિ આપવામાં આવે છે. હવે જો 15 વર્ષ પૂરા થયા બાદ વ્હીકલનું રિ-રજિસ્ટ્રેશનની કરાવવામાં ના આવે અને પોલીસ કે આરટીઓ વાળા વાહન પકડે તો તેનો દંડ ભરવો પડે છે. ટુ વ્હીલર માટે 2000 અને કાર માટે 5000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો policy વિરુધ અથવા દંડ નહિ ભરો તો વાહન જપ્ત થઇ શકે છે.
નવા રજીસ્ટેશન માટેની નવી ફી? મળેલ મિડીયા રિપોર્ટ અનુસાર પહેલી એપ્રિલથી લાગુ થયેલા ચાર્જ પર નજર કરીએ તો 15 વર્ષ જૂની કારનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનો ચાર્જ વધારી 5200 રૂપિયા કરી દેવાયો છે. આ ચાર્જ અત્યાર સુધી માત્ર 800 રૂપિયા હતો. તેવી જ રીતે 15 વર્ષ જૂની બાઇકને ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનો જે ચાર્જ 500 રૂપિયા હતો જે હવે 1250 રૂપિયા કરી દેવાયો છે. જ્યારે થ્રી-વ્હીલરમાં 800 રૂપિયાનો વધારો કરીને 3300 રૂપિયા કરી દેવામાં આવ્યો.
અલગથી પેનલ્ટી ચાર્જે: જેટલા દિવસ મોડુ રિ-રજિસ્ટ્રેશન કરાવશો તેટલા સમય માટે અલગથી પેનલ્ટી વસૂલાશે. ૧૫ વર્ષ પછી રજિસ્ટ્રેશનની અવધિ પૂરી થયા બાદ બાઇકના મહિનાદીઠ 300 અને કારના મહિનાદીઠ 500 રૂપિયા પેનલ્ટી અલગથી ભરવી પડશે. એટલે કે જો 3 મહિના કાર માટે તમે મોડું કરો છો તો ૫૨૦૦ ચાર્જે પ્લસ ૩*૩૦૦=૯૦૦ રૂપિયા અલગથી ભરવા પડશે.એટલે તમારે ૬૧૦૦ ભરવા પડશે.
આ પણ વાંચો: BOBના ગ્રાહકો માટે ખુશખબરી: બેંક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને આપી ભેટ
આ પણ વાંચો: જો આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે તો ચિંતા કરવાની જરૂર નથી, માત્ર એક કોલમાં થઈ જશે સમાધાન