khissu

કપાસનો સ્ટોક તળિયા ઝાટક, ભાવ 2100 ને પાર, જાણો આજના કપાસના બજાર ભાવ

કપાસના ભાવ હાલ મણના રૂા.૧૬૦૦ થી ૨૧૦૦ની રેન્જમાં ચાલે છે. ખેડૂતોને અત્યાર સુધી કયારેય ન મળ્યા હોઇ તેટલાં સારા ભાવ કપાસના મળ્યા છે હજુ એકાદ મહિનો ભાવ ઘટે તેવી શક્યતા નથી પણ ત્યારબાદ કપાસના ભાવ ઘટવા લાગશે. અત્યારે વિશ્વમાં અમેરિકા અને ચીનમાં કપાસનું નવું વાવેતર શરૂ થઇ ચૂક્યું છે. પાકિસ્તાનમાં આવતાં મહિનાથી કપાસનું નવું વાવેતર શરૂ થશે. ભારતમાં મે મહિનાથી કપાસના બિયારણની ખરીદી ચાલુ થતાં કપાસનું કેટલું વાવેતર વધશે તેના અંદાજ આવવાના ચાલુ થશે.

આ પણ વાંચો: LIC ની ગ્રાહકોને ચેતવણી: શું તમે પણ દીકરીના શિક્ષણ અને લગ્ન માટે 'કન્યાદાન પોલિસી'માં રોકાણ કર્યું છે,

અત્યારે કપાસનો સ્ટોક સાવ તળિયા ઝાટક છે. સારી કવોલીટીનો કપાસ જીનરોને બહુ જ મુશ્કેલીથી મળી રહ્યો છે. ગયા સપ્તાહે ફોર જી એકદમ બેસ્ટ કપાસના જીનપહોંચ રૂા.૨૦૭૦ બોલાતા હતા તે વધીને રૂા.૨૧૦૦ બોલાવા લાગ્યા હતા. આ ભાવે પણજીનરોને જોઇએ તેવો કપાસ મળતો નથી આથી બેસ્ટ વેરાઇટી કપાસના ભાવ બે થી ત્રણ અઠવાડિયામાં વધીને મણના રૂા.૨૩૦૦ થી ૨૪૦૦ પણથઇ શકે છે.

અમેરિકા અને ચીનના ખેડૂતોને કપાસના ભાવ બહુ જ સારા મળ્યાહોઇ આ બંને દેશોમાં કપાસનું વાવેતર વધવાની ધારણા છે. અમેરિકામાં કપાસનું વાવેતર ૧૦ થી ૧૨ ટકા વધવાના અંદાજો જાહેર થઇ ચૂક્યા છે. આથી જેમ જેમ વાવેતરના સમાચારો આવતાં જશે અને ભારતમાં પણકપાસનું વાવેતર વધશે તેવા સમાચાર આવશે ત્યારે કપાસના ભાવ ગગડવા માંડશે.

આ પણ વાંચો: બેંકરે નોકરી છોડી શરૂ કરી ખેતી, આજે કરી રહ્યા છે લાખોમાં કમાણી

દેશમાં ચાલુ વર્ષે માર્ચ મહિના પહેલા અઠવાડિયા સુધીમાં જે આવક થઇ છે તેની પરથી લાગે છે કે દેશમાં રૂનું ઉત્પાદન ૩૦૦ લાખ ગાંસડીથી વધે તેવી શક્યતા નથી. દેશમાં માર્ચમહિનાના પહેલા અઠવાડિયા સુધીમાં ૨૨૫ થી ૨૩૦ લાખ ગાંસડી રૂની આવક થઇ હોવાનું મોટાભાગનાનું અનુમાન છે જે ગયા વર્ષે આ સમયે ૩૦૫ લાખ ગાંસડી આવક થઇ હતી. આમ, ગયા વર્ષ કરતાં ૭૫ થી ૮૦ લાખ ગાંસડી આવક ઓછી છે અને રૂનો સ્ટોક પણ ગયા વર્ષે ૨૨૫ લાખ ગાંસડી આસપાસ હતો તે આ વર્ષેમાંડ ૯૦ લાખ ગાંસડી આસપાસ છે. ખેડૂતોપાસે કપાસનો એટલો મોટો સ્ટોક એકેય રાજ્યમાં નથી.

આ પણ વાંચો: પેન્શનરો માટે રાહતના સમાચાર, ચુકવણીમાં વિલંબ પર વ્યાજ મળશે

આવી સ્થિતિમાં હજુ એક મહિનો સુધી કપાસના ભાવ ઘટે તેવી શક્યતા નથી ઉલ્ટુ એકાદ મહિનામાં કપાસના ભાવમાં હજુ મણે રૂા.૧૦૦ થી ૨૦૦ નો વધારો થવાની શક્યતા છે. આથી ખેડૂતોને હવે સ્ટોકમાં પડેલો કપાસ ધીમે ધીમે વેચવાનું શરૂ કરી દેવું જોઇએ કે જેથી આગળ જતાં કપાસના ભાવ ઘટે તો સારા ભાવ મળતાં હતા ત્યારે વેચ્યો નહીં તેનો અફસોસ ન રહે.

આ પણ વાંચો: હવે ગેસ કનેક્શન ટ્રાન્સફર કરવું બન્યું ખૂબ સહેલું, આ રહી તેની સરળ રીત

હવે જાણી લઈએ આજના (12/03/2022) કપાસ ભાવો: 

માર્કેટીંગ યાર્ડ

નિચા થી ઉચા ભાવ

રાજકોટ

1500-2200

અમરેલી

1400-2200

સાવરકુંડલા

1510-2140

જસદણ

1770-2215

મહુવા

1500-2046

કાલાવડ

1950-2151

જામજોઘધપુર

1700-2240

ભાવનગર

1400-2183

જામનગર

1550-2200

જેતપુર

1651-2271

વાંકાનેર

1100-2051

મોરબી

1601-2057

રાજુલા

1000-2100

હળવદ

1500-2100

વિસાવદર

1442-1696

તળાજા

1400-2070

બગસરા

1500-2210

ઉપલેટા

1500-2145

માણાવદર

1750-2020

ધોરાજી

1621-2251

વિછીયા

1800-2140

ભેસાણ

1500-2160

લાલપુર

1600-2451

ધ્રોલ

1580-2121

પાલીતાણા

1450-2020

હારીજ

1450-19014

ધનસૂરા

1600-1850

વિસનગર

1250-2160

વિજાપુર

1600-2161

કુંકરવાડા

1510-2149

ગોજારીયા

1100-1631

માણસા

1200-2151

કડી

1500-2184

સિધ્ધપુર

1200-2145

કપડવંજ

1500-1600

ધંધુકા 

1600-2012

ચાણસ્મા 

1427-1966

ઉનાવા 

1451-200

ઇકબાલગઢ  

1200-1892

આંબલીયાણ

1200-2001