Top Stories
ખેડૂતોએ 4 દિવસમાં પતાવી લેવું આ કામ, જેથી આ સરકારી યોજનાનો લઇ શકો લાભ

ખેડૂતોએ 4 દિવસમાં પતાવી લેવું આ કામ, જેથી આ સરકારી યોજનાનો લઇ શકો લાભ

PM કિસાન સન્માન નિધિ યોજનાઃ દેશના 12 કરોડ ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે પણ તમારા બેંક ખાતામાં 12 હપ્તા મેળવવા માંગો છો, તો આગામી પાંચ દિવસમાં તમારું કામ ચોક્કસપણે પૂર્ણ કરો. સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ઇ-કેવાયસી (e-KYC) માટેની અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે. એટલે કે ઇ-કેવાયસી કરાવવા માટે ખેડૂતો પાસે ઓછો સમય બચ્યો છે. 31મી ઓગસ્ટ પહેલા આ કામ કરો, જેથી તમારો 12મો હપ્તો અટકી ન જાય.

આ પણ વાંચો: 1 સપ્ટેમ્બરથી બદલાશે એલપીજી-સીએનજીના ભાવ, જુઓ કેટલી થશે 

 

 

સરકારે સમયમર્યાદા વધારી
જે ખેડૂતોએ ઈ-કેવાયસી કર્યું છે તેમને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળશે. ઈ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જેને વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે. સરકારે છેલ્લી તારીખમાં ઘણી વખત ફેરફાર કર્યો છે. અગાઉ ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. પછી તે વધારીને 31મી મે અને હવે 31મી જુલાઈ કરવામાં આવી છે.

પીએમ કિસાન યોજના
ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે. તેમાંથી એક યોજના પીએમ કિસાન સન્માન નિધિ છે. સરકારની આ એક એવી યોજના છે, જેમાં ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવે છે. દરેક ખેડૂતના ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. સરકાર આ પૈસા 3 સમાન હપ્તામાં મોકલે છે. એટલે કે કેન્દ્ર સરકાર દરેક હપ્તામાં 2,000 હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે. ખેડૂતોને અત્યાર સુધીમાં 11 હપ્તામાં નાણાં મળ્યા છે. તેનો 12મો હપ્તો પણ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો: Bank Holiday alert: સપ્ટેમ્બરમાં 11 દિવસ બેંકો બંધ રહેવાની છે, જરૂરી કામ જલ્દી પતાવો

આ રીતે ઇ-કેવાયસી પૂર્ણ કરો
ખેડૂતો મોબાઈલ એપની મદદથી અથવા લેપટોપ અથવા કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. eKYC ઓનલાઈન કરવા માટે નીચે આપેલા પોઇન્ટ્સ જુઓ અને તે મુજબ કરો.
- આ માટે સૌથી પહેલા પીએમ કિસાન પોર્ટલ https://pmkisan.gov.in/ પર જાઓ.
- અહીં તમને સૌથી પહેલા Farmers corner પર eKYC ની લિંક દેખાશે તેના પર ક્લિક કરો. 
- લિંક પર ક્લિક કર્યા પછી, તમારી પાસે આધાર નંબર માંગવામાં આવશે.
- પછી તમે તમારો આધાર નંબર અને ઇમેજ કોડ દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. 
- તે પછી મોબાઈલ નંબર નાખો. એક વાતનું ધ્યાન રાખો કે તમારે એ જ નંબર દાખલ કરવો પડશે જે આધાર સાથે લિંક થયેલ છે.
- તે પછી OTP દાખલ કરો. આ સાથે તમારું eKYC પૂર્ણ થઈ જશે. 
- જો તમને ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા આવે તો તમે આધાર સેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.