ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2022 માટે બેંકોમાં રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. આ હિસાબે આખા મહિનામાં 11 રજાઓ આવવાની છે. એટલે કે જો તમારું પણ બેંકમાં કોઈ કામ હોય તો આ રજાઓ પહેલા તરત જ તમારું કામ પતાવી લો. સપ્ટેમ્બર મહિના દરમિયાન બહાર પાડવામાં આવેલા આરબીઆઈ કેલેન્ડરમાં બીજા શનિવાર અને રવિવાર સિવાય કુલ 7 બેંક રજાઓ આપવામાં આવી છે.
ઘણા રાજ્યોમાં સપ્ટેમ્બરમાં 11 રજાઓ શક્ય છે. ઓણમના તહેવારને કારણે કેરળમાં આ મહિને સૌથી વધુ રજાઓ છે. સપ્ટેમ્બરમાં બેંક રજાઓ શ્રી નારાયણ ગુરુ જયંતિ, કર્મ પૂજા, પ્રથમ ઓણમ, તિરુવોનમ, ઈન્દ્રજાત્રા, શ્રી નરવાને ગુરુ જાવંતી, શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ, લેનિંગથોઉ સનમાહી / મેરા ચોરેન હૌબાની નવરાત્રિ સ્થાપના પ્રસંગે છે. આ સાત રજાઓ અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ દિવસે આવવાની છે.
આ પણ વાંચો: માત્ર બે દિવસમાં બની જશે પાન કાર્ડ, 15થી 20 દિવસ રાહ નહીં જોવી પડે
સપ્ટેમ્બર 2022 માં બેંક રજાઓનું લીસ્ટ
1 સપ્ટેમ્બર (ગુરુવાર) - ગોવામાં ગણેશ ચતુર્થીના અવસર પર બેંકો બંધ રહેશે.
6 સપ્ટેમ્બર (મંગળવાર) - ઝારખંડમાં કર્મ પૂજાના અવસર પર બેંકો બંધ રહેશે.
7 સપ્ટેમ્બર (બુધવાર) - ઓણમના અવસર પર કેરળમાં બેંકો બંધ રહેશે.
8 સપ્ટેમ્બર (ગુરુવાર) - કેરળમાં તિરુવોનમ નિમિત્તે બેંકો બંધ રહેશે.
9 સપ્ટેમ્બર- (શુક્રવાર)- સિક્કિમમાં ઈન્દ્રજાત્રાના અવસર પર બેંકો બંધ રહેશે.
10 સપ્ટેમ્બર- (શનિવાર)- કેરળમાં શ્રી નરવણે ગુરુ જયંતિ નિમિત્તે બેંકો બંધ રહેશે.
21 સપ્ટેમ્બર - કેરળમાં શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે.
26 સપ્ટેમ્બર- મણિપુર અને રાજસ્થાનમાં લેનિંગથોઉ સનમાહીના નવરાત્રિ સ્થાન/મેરા ચૌરેન હૌબાના અવસર પર બેંકો બંધ રહેશે.
આ પણ વાંચો: ATM પિનના માત્ર ચાર અંક શા માટે? 5 કેમ નહિ? એની પાછળ છે એક રસપ્રદ વાત, તમે પણ જાણો
કેટલા શનિવાર અને રવિવારે રજા રહેશે
સપ્ટેમ્બરમાં રવિવાર અને બે શનિવારે બેંકની રજાઓ રહેશે. 4, 11, 18 અને 25મીએ રવિવાર હોવાના કારણે સપ્ટેમ્બરમાં રજા રહેશે. બીજી તરફ 10મીએ બીજા શનિવારે અને 24મીએ ચોથા શનિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે. એટલે કે શનિવાર અને રવિવારે કુલ 6 રજાઓ બંધ રહેવાની છે. આ રીતે જો તમારી પાસે પણ કામ હોય તો આ રજાઓ પહેલા કામ પતાવી લો.