Bank Holiday News: 19 સપ્ટેમ્બરને મંગળવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાશે અને તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન ગણેશના જન્મની યાદમાં દેશભરમાં ધામધૂમથી અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં તેનો એક અલગ જ ચાર્મ છે. આ વર્ષે આ 10 દિવસીય હિન્દુ તહેવાર 19 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરની વચ્ચે ઉજવવામાં આવશે. આ દિવસે દેશની ઘણી બેંકોમાં રજા રહેશે અને અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ દિવસે રજા રહેશે.
ગણેશ ચતુર્થીના દિવસે બેંકોની રજાઓ પર નજર કરીએ તો કેટલાક શહેરોમાં 18, 19 અને 20 સપ્ટેમ્બરે રજાઓ હશે. તેથી વિવિધ રાજ્યોમાં બેંકો ત્રણ દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રજાના કેલેન્ડર મુજબ, 18 સપ્ટેમ્બરે બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ અને તેલંગાણામાં વારસીધિ વિનાયક વ્રત/ વિનાયક ચતુર્થી નિમિત્તે રજા રહેશે.
જે શહેરોમાં 19 સપ્ટેમ્બરે બેંકો બંધ રહેશે તે પૈકી અમદાવાદ, બેલાપુર, ભુવનેશ્વર, મુંબઈ, નાગપુર, પણજીમાં ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ) નિમિત્તે બેંક રજા રહેશે.
ગણેશ ચતુર્થીના બીજા દિવસે 20 સપ્ટેમ્બરે ભુવનેશ્વર અને પણજીમાં રજા રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રજાઓની યાદી અનુસાર, સપ્ટેમ્બરમાં 12 સત્તાવાર રજાઓ હશે (રાજ્યથી રાજ્યમાં અલગ-અલગ હોઈ શકે છે). આ સિવાય જો રવિવાર અને વૈકલ્પિક શનિવારની રજાઓ ઉમેરવામાં આવે તો આ 16 બેંક રજાઓ બની જાય છે.
22 સપ્ટેમ્બર, 2023- શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કોચી, પણજી અને ત્રિવેન્દ્રમમાં બેંકોમાં રજા રહેશે).
23 સપ્ટેમ્બર, 2023- ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
24 સપ્ટેમ્બર, 2023- રવિવાર
25 સપ્ટેમ્બર, 2023- શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ (ગુવાહાટીમાં બેંકોમાં રજા રહેશે).
સપ્ટેમ્બર 27, 2023- મિલાદ-એ-શરીફ (જમ્મુ, કોચી, શ્રીનગર અને ત્રિવેન્દ્રમમાં બેંક રજા).
સપ્ટેમ્બર 28, 2023- ઈદ-એ-મિલાદ (અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચેન્નાઈ, દેહરાદૂન, તેલંગાણા, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચીમાં બેંક રજા).
29 સપ્ટેમ્બર, 2023- ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (ગંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે).