Top Stories
શાકભાજી ના પાકમાં રીંગણ ની ખેતી કરી મેળવો સારી આવક

શાકભાજી ના પાકમાં રીંગણ ની ખેતી કરી મેળવો સારી આવક

નમસ્તે,

ખેડૂત મિત્રો સામાન્ય રીતે રીંગણાં ની ખેતી તો કરતા જ હશો જો ના કરતાં હોઉં તો આ માહિતી ઘણી ઉપયોગી બનશે. આમાં ખેતી નું થોડું પ્લાનિંગ આપવાનો પ્રયાસ કર્યો છે 

શાકભાજી ના પાકમાં આવતા રીંગણ ની ખેતી કરી સારી એવી આવક મેળવી શકાય છે જોકે રીંગણ નો પાક એ લાંબા સમયગાળા નો પાક છે.

વાવેતર કેવી રીતે કરવું?

  • ઘણાં ખેડૂતો રીંગણ ના પાક ના રોપા (છોડ) વાવે છે અને ઘણા ખેડૂતો બીજ રોપી ને વાવેતર કરે છે.

( બીજ રોપી ને વાવેતર કરવાથી ઉત્પાદન સારું મળે છે.)

  • જો તમારે ઓર્ગેનિક ખેતી કરવી હોય અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો છાણીયું ખાતર આપી દેવું.
  • રોપાનું વાવેતર:
  1. ધોરિયા થી ધોરીયા વચ્ચે ઓછામાં ઓછું - ૪  ફૂટ અંતર અને
  2. છોડ થી છોડ માં - ૨ ફૂટ અથવા છોડ ના ફેલાવા મુજબ અંતર રાખવું.
  • ટપક સિંચાઇ પદ્ધતિ વાપરો તો વધુ સારું નહીતો ધોરિયાં મારફતે પાણી પાઈ શકો છો.( જમીન ને અનુકૂળ પાણી આપવું, જ્યારે છોડ ને ખાતર આપો છો ત્યારે પાણી વધારે આપવું - ક્યારા ભરાઈ જાઈ એટલું )
  • મિત્રો રીંગણ નો પાક એ લાંબા સમય સુધી ચાલતો પાક છે.
  • જો તમે હોળી પછી તેનું વાવેતર કરી દો તો એ સમયગાળો એકદમ સારો ગણાય છે. ( ભાવ મેળવવા માટે)
  • રીંગણ ના બીજ વાવ્યા પછી ૪-૫ મહિના માં ઉત્પાદન મળવાનું શરૂ થઈ જાય છે.
  • શાકભાજી ના પાક  માં રીંગણ નો પાક લાંબા સમય સુધી ઉત્પાદન આપે છે.
  • રીંગણ નો પાક વાવ્યા બાદ ૯ થી ૧૦ મહિના સુધી ઉત્પાદન મળતું રહે છે.

તો મિત્રો જાણી લઈએ તેનો બજાર ભાવ :

  • રીંગણના પાક ની ચોમાસાં ની ઋતુમાં સૌથી વધુ કિંમત હોય છે.
  • તો સામાન્ય તેનો બજાર ભાવ ૩૦ થી ૩૫ રૂપિયા કિલો હોય છે જ્યારે ચોમાસાં ની ઋતુમાં વધારે હોય છે.

તો મિત્રો હું આશા કરું છું કે શાકભાજી ના પાક માં આવતા રીંગણ ના પાક વિશે તમને બધી માહિતી સમજાઈ ગઈ હશે.

તો આવી જ માહિતી માટે પોસ્ટ ને લાઈક કરી દેજો અને કઈ પ્રશ્ન હોઈ તો કોમેન્ટ જરૂર કરજો.