હાલમાં ઘેલી ચિત્રા નક્ષત્ર: ઘેલી ચિત્રા નક્ષત્ર 999 નદીનું સર્જન કર્યુ હતું એટલે કે જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો ખૂબ જ વરસાદ નોંધાતો હોય છે. 10 ઓક્ટોબર થી 22 ઓક્ટોબર સુધી ઘેલી ચિત્રા નક્ષત્ર ચાલુ રહેશે. આ નક્ષત્ર નું વાહન ભેંસ છે. આ નક્ષત્રમાં તાપ અને બફારો હોય છે. સાથે માવઠાની શક્યતા રહે છે.
હાલમાં એક સિસ્ટમ સક્રિય છે તેમની જાણકારી?
હાલની સ્થિતિ મુજબ અરબીસમુદ્ર માં લો-પ્રેશર બનેલું છે. જે ધીમી ગતિએ ઉતરપશ્ચિમ દિશામાં આગળ વધી મજબૂત બની ખુલ્લા મધ્ય અરબીસમુદ્ર તરફ જઈ રહ્યું છે.
જોકે અરબીસમુદ્રમાં તતાકાલિક ફેરફાર બહુ થતા હોય છે. તે મુજબ આ સિસ્ટમ કઈ કેટેગરી સુધી મજબૂત બને તે હજુ અસમનજસ ભરેલું કહેવાઈ રહ્યું છે.
વાવાઝોડું બનવાની સંભાવના છે.
જોકે કઈ કેટેગરી સુધી મજબુત બને એટલે કે ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન બન્યા બાદ વાવાઝોડા કેટેગરી સુધી પહોંચી શકશે શકે છે.
વાવાઝોડા ગમે તે કેટેગરી સુધી મજબૂત બની શકે છે જે બન્યા મુજબ ઓમાન દેશ તરફ રહે તેવી હાલ વધુ શકયતા છે. બાકી ફેરફાર પણ આગળ થઈ શકે છે.
એક વાવાઝોડા બાદ બીજું વાવાઝોડું!
હવે વાત કરીએ આગળના દિવસની તો ફરી આગળ 16/17 તારીખ આસપાસ અરબીસમુદ્રમાં એક નવુ લો પ્રેશર બને તેની શકયતા પ્રબળ છે જેની સ્થિતિ પણ કંઈક ઉપરના લો પ્રેશર જેવી જ રહે તેવી શકયતા છે. ટૂંકમાં સરખા જેવી જ ઉપરા ઉપર બે સીસ્ટમ બની શકે.
દાના નામનું વાવાઝોડું ચોક્કસ બનવાની આગાહી!
ટૂંકમાં દાના નામનું વાવાઝોડુ બનવાની પ્રબળ શકયતા રહેલી જ છે પરંતુ હવે જોવાનું એ રહેશે કે પ્રથમ સિસ્ટમ વાવાઝોડા કેટેગરી સુધી પહોંચી શકશે કે બીજી સિસ્ટમ. આગળ માહિતી જણાવવા માં આવશે. આ વાવાઝોડું 16-17 તારીખ માં બની શકે છે. જેમની અસર ગુજરાત પર કેટલી થશે તે આગળ ખબર પડશે.
આજથી વરસાદ આગાહી શું છે?
આગાહી મુજબ દક્ષિણ ગુજરાત ના ઘણા વિસ્તારમાં આજથી વરસાદ ની શરૂઆત થઈ છે તો સૌરાષ્ટ્રમાં પણ છૂટક છૂટક સારો વરસાદ પડી ગયો છે તે જ પ્રમાણે ની સ્થિતિ આગળ પણ જોવા મળશે.
જ્યારે મુખ્ય રાઉન્ડની શરૂઆત આવતી કાલથી થાય તેવી શક્યતા છે જેમાં વરસાદના વિસ્તારમાં વધારો થઈ શકે.
20 તારીખ સુધી વરસાદ ચાલશે.
આ રાઉન્ડમાં આગળ પાછળની અરબીસમુદ્રની બંને સિસ્ટમ આધારિત હોય લાંબો 20 તારીખ આસપાસ સુધી ચાલે તેવી શકયતા છે, જેમાં અમુક દિવસોમાં વધુ વિસ્તારમાં વરસાદ પડે તો અમુક દિવસોમાં ખૂબ ઓછા વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે.
સમગ્ર રાઉન્ડની ટોટલ વાત કરીએ તો આ કોઈ સાર્વત્રિક રાઉન્ડ નથી પણ છુટા છવાયા ઘણા બધા વિસ્તારમાં વરસાદની શકયતા પ્રબળ રહેલી છે.
આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સૌથી વિસ્તાર તથા વધુ જોર રહેશે. ત્યારબાદ તેના થી ઓછો વિસ્તાર મધ્ય ગુજરાત ત્યાર બાદ ઉત્તર ગુજરાત તથા કચ્છ માં શક્યતા છે.
એટલે કે ગુજરાત રાજસ્થાન સાઈડના ઉત્તર છેડા કરતા અરબીસમુદ્ર સાઈડના દક્ષિણ છેડા બાજુ વરસાદના વધુ વિસ્તાર તથા જોર રહેશે.રોજે છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડતો રહેશે.