khissu

નવા વર્ષમાં શરૂ કરો આ શાનદાર બિઝનેસ, ઘરે બેઠા થશે ખૂબ કમાણી

જો તમે ગૃહિણી છો અને ઘરમાં રહીને કંટાળી ગયા છો અને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માગો છો, તો અમે તમને એક શાનદાર બિઝનેસ આઈડિયા વિશે માહિતી આપી રહ્યાં છીએ. આજે અમે તમને જે બિઝનેસ વિશે માહિતી આપી રહ્યા છીએ તે ગિફ્ટ બાસ્કેટ બનાવવાનો બિઝનેસ છે. મહિલાઓ આ બિઝનેસ પાર્ટ ટાઈમ માટે પણ શરૂ કરી શકે છે.

આ પણ વાંચો: જાણો આજનાં ડુંગળીના વિવિધ માર્કેટ યાર્ડનાં ભાવ, સાથે જ કેવા રહેશે ડુંગળીના ભાવ ?

આ વ્યવસાયમાં, તમે ઘરે ખાસ પ્રસંગો માટે ટોપલીઓ બનાવી શકો છો. આજકાલ લોકો તેમાં ગિફ્ટ ભરીને એકબીજાને આપે છે.

આ ટોપલીની માંગ શહેરી વિસ્તારમાં વધુ છે જ્યાં લોકો જન્મદિવસ, લગ્ન કે અન્ય કોઈ શુભ પ્રસંગે લોકોને ટોપલીમાં ભેટ આપે છે.

આ વ્યવસાયમાં, તમે બાસથી બનેલી સારી બાસ્કેટ ઓનલાઈન વેચીને સારી કમાણી કરી શકો છો. આ માટે તમે ઓનલાઈન સ્ટોરનો સંપર્ક કરીને સામાન્ય સામાન ઓનલાઈન પણ વેચી શકો છો.

આ પણ જુઓ: કપાસનાં ભાવમાં ઘટાડો યથાવત્, જાણો શું છે આજનાં કપાસના ભાવ ?

આ વ્યવસાય શરૂ કરવા માટે, તમારે બાસ્કેટને સજાવવા માટે વાંસ, રિબન, વિવિધ વસ્તુઓ વગેરેની જરૂર પડશે. તમે માત્ર 10 થી 15 હજાર રૂપિયામાં આ બિઝનેસ શરૂ કરી શકો છો.

આ પછી તમે દર મહિને 200 થી 300 રૂપિયાની ટોપલી વેચીને સારી કમાણી કરી શકો છો. જો તમારો બિઝનેસ સારો ચાલે છે તો તમે 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.