khissu

કપાસનાં ભાવમાં ઘટાડો યથાવત્, જાણો શું છે આજનાં કપાસના ભાવ ?

ગુજરાતમાં સરેરાશ ભાવ ૨૦ કિલોના ૧૬૦૦ રૂપિયાની નજીક આવ્યા છે. આગામી દિવસોમાં ભાવ વધુ ઘટે એવી આગાહી આવી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે દેશમાં કોઈ પણ જગ્યાએ જો કપાસના ભાવ સરકારે નક્કી કરેલા મિનિમમ સપોર્ટ પ્રાઇસ-ટેકાના ભાવથી નીચે આવશે તો સરકાર દ્વારા તરત ખરીદી કરવામાં આવશે.

આ પણ વાંચો: કપાસ, મગફળી, જીરું, ડુંગળી માં તેજીનો માહોલ: જાણો આજનાં (28/12/2022) બજાર ભાવ

કૉટનની ખરીદીની કામગીરી સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં કપાસના ભાવ ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યા છે અને હાલમાં સરકારી ખરીદી એક પણ સેન્ટરમાં ચાલતી નથી. જો કપાસના ભાવ વધુ નીચા આવશે તો સરકાર દ્વારા તરત ખરીદી ચાલુ કરી દેવામાં આવશે. હાલમાં ખરીદીની કોઈ જરૂર નથી. સરકારે બધી તૈયારી કરી રાખી છે અને જરૂર લાગશે તો તરત જ ખરીદી શરૂ કરી દેવા માટેની તૈયારીઓ કરી લીધી છે.

કેન્દ્ર સરકારે ચાલુ સીઝન માટે કપાસના ટેકાના ભાવ ૬૦૮૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે ૨૦ કિલોના ૧૨૧૬ રૂપિયા જાહેર કરેલા છે. દેશમાં ઍવરેજ કૉટનના ભાવ તમામ મંડીઓના ટેકાના ભાવથી ઉપર જ ચાલી રહ્યા છે. કપાસના ભાવ નવેમ્બરમાં સરેરાશ ઊંચા હતા, પરંતુ ડિસેમ્બર મહિના દરમ્યાન એમાં એકધારો ઘટાડો આવ્યો છે.

આ પણ વાંચો: સસ્તામાં ખરીદો ઘર, દુકાન અને જમીન, બેંક ઓફ બરોડા લાવી આ શાનદાર ઓફર

દેશમાં કપાસના ભાવ સરેરાશ આગામી દિવસોમાં નીચા આવી શકે છે, પરંતુ ટેકાના ભાવથી નીચે આવે એવા સંજોગો હાલ દેખાતા નથી, પરંતુ વર્તમાન ઘટતી બજારમાં સરકારે તૈયારી કરી રાખી છે. આગામી દિવસોમાં કપાસની બજારમાં સરેરાશ લેવાલી અને જિનોની પૅરિટી ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલમાં મોટા ભાગની જિનોને ૨૦૦૦ રૂપિયાથી ઉપરની ડિસ્પેરિટી ચાલી રહી છે.

કપાસના બજાર ભાવ (28/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15301630
અમરેલી13301621
સાવરકુંડલા15001610
જસદણ14251625
બોટાદ15001707
મહુવા13001551
ગોંડલ14811631
કાલાવડ15001644
જામજોધપુર14001656
ભાવનગર14301617
જામનગર13001655
બાબરા15501640
જેતપુર13801631
વાંકાનેર13701623
મોરબી15501616
રાજુલા11001575
હળવદ13501608
વિસાવદર14701586
તળાજા11751572
બગસરા14001626
જુનાગઢ13001544
ઉપલેટા14801600
માણાવદર15451610
ધોરાજી14711596
વિછીયા15501625
ભેસાણ14501620
ધારી12251650
લાલપુર14751630
ખંભાળિયા12201587
ધ્રોલ13751618
પાલીતાણા13701578
સાયલા15151609
હારીજ14001590
ધનસૂરા14001500
વીસનગર12001625
વિજાપુર14211630
કુંકરવાડા14001611
ગોજારીયા14001588
હિંમતનગર14111626
માણસા12001591
કડી14001580
મોડાસા13501510
પાટણ14601616
થરા15501590
તલોદ15181570
સિધ્ધપુર14831631
ડોળાસા13601580
દીયોદર14501530
બેચરાજી13501575
ગઢડા14951616
ઢસા14751621
કપડવંજ13001400
ધંધુકા15681624
વીરમગામ13011585
ચાણસ્મા14001562
ભીલડી13001515
ખેડબ્રહ્મા14501531
ઉનાવા14001636
શીહોરી14701595
લાખાણી14001571
ઇકબાલગઢ14361600
સતલાસણા13701513