જાણો આજનાં ડુંગળીના વિવિધ માર્કેટ યાર્ડનાં ભાવ, સાથે જ  કેવા રહેશે ડુંગળીના ભાવ ?

જાણો આજનાં ડુંગળીના વિવિધ માર્કેટ યાર્ડનાં ભાવ, સાથે જ કેવા રહેશે ડુંગળીના ભાવ ?

ડુંગળીની બજારમાં ભાવ સરેરાશ અથડાય રહ્યાં છે અને આવકો સતત વધી રહી હોવા છત્તા નવી ડુંગળીમાં લેવાલી સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં મજબૂતાય જળવાઈ રહે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ધીમી ગતિએ સુધારો, જાણો આજનાં મગફળીના (29/12/2022) બજાર ભાવ

ગોંડલમાં લાલ ડુંગળીની આવકો વધીને ૪૩ હજાર કટ્ટાની થઈ હતી અને ભાવ ૨૦ કિલોનાં રૂ.૭૧થી ૩૪૬નાં હતાં. જ્યારે સફેદ ડુંગળીની ૧૩૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૯૧થી ૨૩૧નાં હતાં.

રાજકોટમાં ડુંગળીની કુલ ૬૩૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૧૧૦થી ૩૪૫નાં હતાં. મહુવામાં લાલ ડુંગળીની ૪૮ હજાર કટ્ટાની આવક સાથે ભાવ રૂ.૮૦થી ૩૬૦નાં હતાં. જ્યારે સફેદમાં ૧૧ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૨૯૫નાં હતાં.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો યથાવત્, જાણો શું છે આજનાં કપાસના ભાવ ?

વેપારીઓ કહે છેકે ડુંગળીમાં બજારો સારા રહેશે. નવી ડુંગળીની આવકો જાન્યુઆરીમાં હજી પણ વધવાની ધારણાં છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે.

ડુંગળી લાલના બજાર ભાવ (28/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ110345
મહુવા80360
ભાવનગર110367
ગોંડલ71346
જેતપુર101331
વિસાવદર63111
ધોરાજી95331
અમરેલી100360
મોરબી100340
અમદાવાદ160400
દાહોદ160400

ડુંગળી સફેદના બજાર ભાવ (28/12/2022)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
ભાવનગર230262
મહુવા150295
ગોંડલ91231