khissu

આજે ચાંદીના ભાવમાં સીધો 300 રૂપિયાનો ઘટાડો, સોનાના ભાવ પણ ગગડ્યા, નવા ભાવ જાણીને ખુશીનો માહોલ

Gold Price Today: સોના-ચાંદી ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે બુધવાર 20 સપ્ટેમ્બર, 2023 સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. દસ ગ્રામ સોનું સસ્તુ ( Gold Price Today ) થઈને 60,300 રૂપિયાએ આવી ગયું છે. એક કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે અને હવે તે 74,500 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. HDFC સિક્યોરિટીઝે   (HDFC Securities) આ માહિતી આપી છે.

દિલ્હી બુલિયન માર્કેટમાં બુધવારે સોનાની કિંમત 50 રૂપિયા ઘટીને 60,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આજે ચાંદી કેટલી પહોંચી છે?

ચાંદીની કિંમત પણ 300 રૂપિયા ઘટીને 74,500 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે.

વિદેશી બજારોમાં સોનું ઘટ્યું

વિદેશી બજારોમાં સોનું ઘટીને 1,929 ડોલર પ્રતિ ઔંસ જ્યારે ચાંદી ઘટીને 23.20 ડોલર પ્રતિ ઔંસ પર આવી હતી.

મિસ્ડ કોલ દ્વારા સોનાના ભાવ

નોંધનીય છે કે આ દરો તમે ઘરે બેઠા સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે આ નંબર 8955664433 પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.

આ પણ વાંચો

SBIએ શરૂ કરી સૌથી સારી અને સૌથી વિશેષ સેવા, હવે તમે Yono એપ દ્વારા જ સેવિંગ એકાઉન્ટ ખોલી શકશો, બેન્કે જવાની જરૂર નથી

તમારા ઘરે તમે કેટલું સોનું રાખી શકો? તેની પણ એક લિમિટ છે, સોના પર ટેક્સના નિયમો શું છે? અહીં જાણો બધું જ

અતિભારે વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા, પાક-ઘર વખરી-ઢોર.... કરોડો રૂપિયા પાણીમાં ધોવાઈ ગયાં!

દેશના 55 નવા જિલ્લાઓમાં સોનાના દાગીનાનું હોલમાર્કિંગ ફરજિયાત બની ગયું છે

સરકારે સોનાના ફરજિયાત હોલમાર્કિંગનો વ્યાપ વધાર્યો છે. સોનાના આભૂષણો અને કલાકૃતિઓના ફરજિયાત હોલમાર્કિંગનો ત્રીજો તબક્કો દેશના 55 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો છે. તે દેશના 16 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લેશે. હોલમાર્કિંગનો પ્રથમ તબક્કો 23 જૂન, 2021ના રોજ શરૂ થયો હતો.