khissu

અતિભારે વરસાદે ગુજરાતના ખેડૂતોને રાતે પાણીએ રડાવ્યા, પાક-ઘર વખરી-ઢોર.... કરોડો રૂપિયા પાણીમાં ધોવાઈ ગયાં!

Gujarat Rain News: છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતમાં ક્યાંય વરસાદનું ટીપું નહોતું પડ્યું અને હવે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદે માજા મૂકી છે. જો કે કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ રુપ સાબિત થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખેડૂતો સહિત લોકોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નર્મદા જિલ્લામાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા નદીના કિનારાના ગામોની ફળદ્રુપ જમીનો ધોવાઇ ગઈ છે. પૂરના પાણી ઓસરવા સાથે કાંપવાળી જમીનો પણ ધોવાઇ ગઇ છે. જમીન ધોવાતાં કેળા, કપાસ સહિતના પાકોને મોટું નુકસાન થયું છે.

તો આ તરફ સૌરાષ્ટ્રમાં પશુપાલન માટેનો ઘાસચારો પણ બળી ગયો . ત્યારે ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં જે વાવેતર કર્યું હતું, તેના ઉપર ખેડૂતોને ખૂબ મોટી આશા હતી પરંતુ  દોઢ મહિના દરમિયાન વરસાદ ના આવતા ખેડૂતો પરેશાન હતા. જોકે, હવે વરસાદની શરૂઆત થઈ છે ને છેલ્લા બે દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઘણા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો બીજી તરફ અમુક ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ખેતીમાં નુકસાન થયું છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, એરંડા અને અડદના પાકમાં ભારે નુકસાન થયું છે. પાકમાં નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડીસાના થેરવાડા પંથકમાં ધોધમાર વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં કાપીને રાખેલી બાજરી વરસાદમાં પલળી ગઈ અને પાક નિષ્ફળ ગયો છે.

ભરૂચના અંકલેશ્વરમાં પણ મોટું નુકસાન ગયું છે. રોડ પરની સુન્દરમ્ સોસાયટીમાં પૂરના પાણીથી ભારે નુકસાન થયું છે. લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન છે. પૂરના પાણી ઓસર્યા બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચના અંકલેશ્વરની શિરોમણી સોસાયટીમાં પણ પૂરના પાણીથી ઘણું નુકસાન થયું છે.

કાચા તેલમાં દિવસે ને દિવસે બુલેટ ટ્રેનની ગતિએ ભાવ વધારો, હવે તમે પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાના ખાલી સપના જુઓ!

મેઘરાજા ગુજરાત પર તૂટી પડ્યાં, અંબાલાલની આગાહી સાંભળી ધ્રુજી ઉઠશો, આટલા જિલ્લામાં ગામો ડૂબી જવાની શક્યતાં!

શું તમે પણ ઘરની આર્થિક તંગીથી પરેશાન છો? 4 જગ્યાએ રાખો આ સફેદ વસ્તુ, આજીવન ક્યારેય પૈસાની કમી નહીં આવે

તો વળી આ વરસાદમાં નર્મદા ડેમ પહેલીવાર સંપૂર્ણ ભરાઈ જતાં ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની અનેક સોસાયટીમાં નદીના પાણી ઘુસી ગયા હતા. ત્યારે હવે ભરૂચની બજારોમાંથી પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂની બજાર, કતોપર બજાર અને ફૂરજા વિસ્તારમાં વેપારીઓના માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું છે. બધી ભરપાઈ કરવાના પણ ફાંફાં છે, કારણ કે નુકસાનનો આંકડો કરોડમાં છે.