તમારા ઘરે તમે કેટલું સોનું રાખી શકો? તેની પણ એક લિમિટ છે, સોના પર ટેક્સના નિયમો શું છે? અહીં જાણો બધું જ

તમારા ઘરે તમે કેટલું સોનું રાખી શકો? તેની પણ એક લિમિટ છે, સોના પર ટેક્સના નિયમો શું છે? અહીં જાણો બધું જ

Gold Storage Limit:  ભારતીય પરિવારનું સૌથી ભરોસાપાત્ર રોકાણ સોનું છે. દરેક પરિવાર સોનામાં અમુક રકમનું રોકાણ કરવા માંગે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરમાં કેટલું સોનું રાખી શકો છો તેની એક મર્યાદા છે અને ઘરમાં સોનું રાખવા અંગે અલગ-અલગ ટેક્સ નિયમો છે. જો તમે નથી જાણતા તો ચોક્કસ જાણો. તમારા રોકાણને સુરક્ષિત રાખવા માટે આ મહત્વપૂર્ણ છે. આવા કિસ્સાઓમાં હંમેશા સાવધાની રાખવી જોઈએ. જો પુરાવામાં કોઈ છેડછાડ અથવા વિસંગતતા હોય, તો તમારું સોનું જપ્ત કરી શકાય છે.

કોણ કેટલું સોનું સ્ટોર કરી શકે?

સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ)ના કેટલાક નિયમો છે કે દેશમાં કોણ કેટલું સોનું રાખી શકે છે?

- પરિણીત મહિલા 500 ગ્રામ સુધીનું સોનું પોતાની સાથે રાખી શકે છે.
- અપરિણીત મહિલા 250 ગ્રામ સુધીનું સોનું પોતાની સાથે રાખી શકે છે.
- એક પુરુષ 100 ગ્રામ સુધીનું સોનું પોતાની પાસે રાખી શકે છે.

જો કે, તમે આ મર્યાદાથી ઉપરનું સોનું પણ રાખી શકો છો, પરંતુ તમારી પાસે આ સોનું ક્યાંથી આવ્યું તેનો જવાબ હોવો જોઈએ.

સોના પર ટેક્સનો નિયમ શું છે?

ઉદાહરણ તરીકે, જો તમે તમારી આવકમાંથી સોનું ખરીદ્યું છે જે તમે જાહેર કર્યું છે, અથવા તમે ખેતીમાંથી કમાયેલા પૈસામાંથી સોનું ખરીદ્યું છે, તો તેના પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ સિવાય, જો તમે ઘરના ખર્ચમાંથી બચત કરીને સોનું ખરીદ્યું છે અથવા તમને વારસામાં સોનું મળ્યું છે, તો તમારે તેના પર પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. હા, વારસામાં મળેલું સોનું ક્યાંથી આવ્યું તે જણાવવું જરૂરી છે. એટલે કે, તમારું સોનું ક્યાંથી આવ્યું છે અને તે કઈ આવકથી ખરીદવામાં આવ્યું છે તેની એકંદર માહિતી જો તમને ખબર હોય, તો તમે સોનાના સંગ્રહ અંગે સુરક્ષિત છો.

વેચાણ પર ટેક્સ ભરવો પડશે

સોનું રાખવા પર કોઈ ટેક્સ લાગતો નથી, પરંતુ રાખેલ સોનું વેચવા પર તમારે ટેક્સ ભરવો પડશે. જો તમે સોનાને ત્રણ વર્ષ સુધી રાખ્યા પછી વેચો છો, તો તમારે આ વેચાણથી થતી આવક પર 20%ના દરે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. - જો તમે સોનું ખરીદ્યાના ત્રણ વર્ષની અંદર વેચો છો, તો તેનાથી થતી આવક તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે, અને તમે કરદાતા તરીકે જે ટેક્સ સ્લેબમાં આવો છો તે મુજબ તેના પર ટેક્સ લાગશે.

કાચા તેલમાં દિવસે ને દિવસે બુલેટ ટ્રેનની ગતિએ ભાવ વધારો, હવે તમે પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાના ખાલી સપના જુઓ!

મેઘરાજા ગુજરાત પર તૂટી પડ્યાં, અંબાલાલની આગાહી સાંભળી ધ્રુજી ઉઠશો, આટલા જિલ્લામાં ગામો ડૂબી જવાની શક્યતાં!

શું તમે પણ ઘરની આર્થિક તંગીથી પરેશાન છો? 4 જગ્યાએ રાખો આ સફેદ વસ્તુ, આજીવન ક્યારેય પૈસાની કમી નહીં આવે

જો ઉપર જણાવેલ મર્યાદામાં સોનું ઘરમાં રાખવામાં આવે તો તપાસના કિસ્સામાં તેને જપ્ત કરી શકાતું નથી. પરંતુ આ નિયમ પરિવારના સભ્યોના નામ પર રાખવામાં આવેલા સોના પર જ લાગુ થશે. જો પરિવારમાં અન્ય કોઈનું સોનું રાખવામાં આવે તો તેને જપ્ત કરી શકાય છે. જ્યાં સુધી તમે આવકનો સ્ત્રોત સાબિત કરી શકો ત્યાં સુધી તમારું સોનું સુરક્ષિત છે.