khissu

LPG ગેસ ધારકો માટે ખુશીના સમાચાર: ગેસ કંપનીઓએ આપી મોટી રાહત

ગયા વર્ષે 1 નવેમ્બર 2020 થી એલપીજી સિલિન્ડરોની બુકિંગ ( Booking of LPG Cylinders) અંગે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ગેસ સિલિન્ડરનું બુકિંગ ઓટીપી (OTP) આધારિત કરવામાં આવ્યું હતું, જેથી બુકિંગ સિસ્ટમ વધુ સુરક્ષિત અને સારી થઈ શકે. હવે ફરી એકવાર એલપીજી (Liquefied Petroleum Gases - LPG) બુકિંગ અને ડિલિવરી સિસ્ટમ ખૂબ સરળ બનાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સરકારે એલપીજી રિફિલની પોર્ટેબીલીટીને મંજૂરી આપી દીધી છે. એટલે કે હવે તમે તમારા એલપીજી સિલિન્ડરને કોઈપણ ડિસ્ટ્રિબ્યુટર પાસેથી ભરવી શકશો. મતલબ કે જો તમે તમારી ઓઇલ માર્કેટિંગ કંપનીના હાલના એલપીજી ડિસ્ટ્રિબ્યુટરથી ખુશ નથી, તો તમે તેના બદલે બીજો ડિસ્ટ્રિબ્યુટર પસંદ કરી શકો છો. આ મુદ્દા પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી હતી, જેને હવે મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો: જુન મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો: જાણો ગુજરાતના તમામ જીલ્લાનાં ગેસ સિલિન્ડરના ભાવો

LPG રિફિલ કરવા માટે ડિસ્ટ્રિબ્યુટર બદલી શકાશે:- પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના આ નિર્ણય પર એમ કહેવામાં આવ્યું છે કે હવે એલપીજી ગ્રાહકોને એ મજુરી દેવામાં આવે કે એલપીજી ગ્રાહક ગમે તે ડિસ્ટ્રિબ્યુટર પાસેથી એલપીજી રીફીલ કરાવી શકે. ગ્રાહકો તેમની ઓઇલ માર્કેટિંગ કંપની હેઠળ તેમના સરનામાં પર ઉપલબ્ધ ડિસ્ટ્રિબ્યુટર ની સૂચિમાંથી તેમના "ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટર" પસંદ કરી શકશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સુવિધાને હાલ ચંડીગઢ, કોયંબતુર, ગુડગાંવ, પુણે અને રાંચીમાં શરૂ કરવામાં આવશે.

પોર્ટલ પર ડિસ્ટ્રિબ્યુટરની સૂચિ ઉપલબ્ધ રહેશે:- જ્યારે ગ્રાહક  LPG રીફીલ કરાવવા માટે મોબાઈલ એપ્લિકેશન / ગ્રાહક પોર્ટલ ખોલે છે અને લોગ-ઇન કરશે, ત્યારે તેને ડિલિવરી ડિસ્ટ્રિબ્યુટરની સંપૂર્ણ સૂચિ દેખાશે અને તેમની કામગીરીના આધારે તેમની રેટિંગ જોવા મળશે જેથી ગ્રાહકને શ્રેષ્ઠ ડિસ્ટ્રીબ્યુટર પસંદ કરવામાં મદદ થશે. આનાથી ડિસ્ટ્રિબ્યુટર પર તેમની કામગીરીમાં સુધારો લાવવા માટે પણ દબાણ આવશે. LPG ગ્રાહક આ સૂચિમાંથી કોઈપણ ડિસ્ટ્રિબ્યુટર ને પસંદ કરી શકે છે, જે તેના વિસ્તારમાં ઉપલબ્ધ હશે અને એલપીજી રિફિલ કરીને તેની ડિલિવરી કરશે. આનાથી ગ્રાહકો માટે વધુ સારી સેવા મળશે નહીં, પણ ગ્રાહકોને સારી સુવિધાઓ પૂરી પાડનારા ડિસ્ટ્રિબ્યુટરમાં સ્વસ્થ પરંપરા શરૂ થશે, જેનાથી તેમના રેટિંગમાં સુધારો થશે.

આ પણ વાંચો: આ મહીને મોદી સરકાર 1 કરોડ LPG ગેસ કનેક્શન ફ્રિ માં આપશે: જાણો કોને મળશે આ લાભ? શું શું દસ્તાવેજ જોશે? સંપૂર્ણ માહિતી વિગતવાર

પોર્ટલ પર જ ઓનલાઇન ટ્રાન્સફર સુવિધા: વિસ્તારમાં ફરજ બજાવતા અન્ય ડિસ્ટ્રિબ્યુટર્સને એલપીજી કનેક્શનના ઓનલાઈન ટ્રાન્સફરની સુવિધા એલપીજી ગ્રાહકોને સંબંધિત ઓઇલ માર્કેટિંગ કંપનીઓના વેબ પોર્ટલ તેમજ તેમની મોબાઇલ એપ્લિકેશન દ્વારા પૂરી પાડવામાં આવી છે. તેમના નોંધાયેલા લોગ-ગિનનો ઉપયોગ કરીને ગ્રાહક તેના ક્ષેત્રમાં સેવા આપતા ડિસ્ટ્રિબ્યુટરની સૂચિમાંથી તેના OMCના ડિસ્ટ્રીબ્યુટરને પસંદ કરી શકે છે અને તેના એલપીજી કનેક્શનના પોર્ટિંગની પસંદગી કરી શકે છે.

ડીઝીટલ વ્યવહારોને વધુ પ્રોત્સાહન:- ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવીને પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય હેઠળની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ગ્રાહકોને ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માટે તેમની સુવિધાઓમાં સતત સુધારો કરી રહી છે. COVID-19 ને કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને ડીઝીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.  ઓઇલ કંપનીઓએ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોને એલપીજી બુક કરવામાં અને રિફિલ નાણાં ચુકવવા માટે ઘણા ડિજિટલ પ્લેટફોર્મ અપનાવ્યા છે. IVRS, SMS, WhatsApp, Portal અને મોબાઇલ એપ્લિકેશન (Mobile App) ઉપરાંત ગ્રાહકો UMANG એપની મદદથી પણ ગેસ બુક કરાવી શકે છે. આ સિવાય Bharat Bill Pay System એપથી પણ બુકિંગ કરી શકાશે. આ સિવાય ગ્રાહકો ઇ-કોમર્સ વેબસાઇટ્સ Amazon અને Paytm પરથી ગેસ બુકિંગ કરી ચૂકવણી કરી શકે છે.

આ પણ વાંચો: RBI નો નવો નિયમ ૧લી તારીખથી લાગુ: હવે ATM થી પૈસા ઉપાડવા પર લાગશે આટલો ચાર્જ

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.