ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Indian Oil Marketing Companies) એ જૂન મહિના માટે ઘરેલુ ગેસ સિલિન્ડર નાં ભાવ જાહેર કરી દીધા છે. 14.2 કિલોગ્રામનાં સબસિડી વગરના ગેસ સિલિન્ડર માં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર નાં ભાવમાં 123 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ LPG (Liquefied Petroleum Gases) ગેસ સિલિન્ડર ની નવી કિંમતો બહાર પાડે છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જૂન મહીનામાં 14.2 કિલો સબસિડી વિનાના સિલિન્ડર માં કોઈ ઘટાડો કર્યો નથી, એટલે કે 14.2 કિલો સબસિડી વિનાના ગેસ સિલિન્ડર જૂની કિંમત મુજબ જ મળશે. LPG ગેસ સિલિન્ડર ની જૂની કિંમત 809 રૂપિયા રહી હતી જે જૂન મહીનામાં જ્યાં સુધી નવી કિંમત બહાર ના પડે ત્યાં સુધી જૂની કિંમત બજારમાં લાગુ રહેશે, આ ભાવ દિલ્હીના છે.
આ પણ વાંચો: શું તમે બેંકોની આ સુવિધા વિશે જાણો છો? SBI, BOB, ICICI, Axis Bank વગેરે બેંકમાં આ સુવિધા ઉપલબ્ધ
આ વર્ષે જાન્યુઆરી માં દિલ્હીમાં ગેસ સિલિન્ડર ની કિંમત 694 રૂપિયા હતી. જે ફેબ્રુઆરી માં વધીને 719 રૂપિયા કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં બે વખત ભાવ વધારવામાં આવ્યો જેથી 15 ફેબ્રુઆરી એ ભાવ વધારીને 769 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં ગેસ સિલિન્ડરનાં ભાવો ની વાત કરીએ તો 14.2 કિલોગ્રામ નાં LPG સિલિન્ડર માં ખાસ્સો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. જે ભાવ હતા તે ભાવે જ ગેસ સિલિન્ડર મળી રહેશે.
ગુજરાતમાં જુન મહિના માટે ઘરેલું ગેસ સિલિન્ડરના નવા ભાવો:
શહેર | જુન 2021 | મે 2021 |
અમદાવાદ | 816 | 816 |
અમરેલી | 825.50 | 825.50 |
આણંદ | 815 | 815 |
અરવલ્લી | 823.25 | 823.25 |
બનાસકાંઠા | 833 | 833 |
ભરૂચ | 815 | 815 |
ભાવનગર | 817 | 817 |
બોટાદ | 822.50 | 822.50 |
દેવભૂમિ દ્વારકા | 828 | 828 |
ગાંધીનગર | 817 | 817 |
ગીર સોમનાથ | 830 | 830 |
જામનગર | 821.50 | 821.50 |
જુનાગઢ | 828 | 828 |
ખેડા | 816 | 816 |
કચ્છ | 829.29 | 829.29 |
મહીસાગર | 832 | 832 |
મહેસાણા | 817.50 | 817.50 |
મોરબી | 820 | 820 |
નર્મદા | 830 | 830 |
નવસારી | 823.50 | 823.50 |
પંચમહાલ | 825 | 825 |
પાટણ | 833 | 833 |
પોરબંદર | 830 | 830 |
રાજકોટ | 814.50 | 814.50 |
સાબરકાંઠા | 835.50 | 835.50 |
સુરત | 814.50 | 814.50 |
સુરેન્દ્રનગર | 821.50 | 821.50 |
તાપી | 829 | 829 |
ડાંગ | 826.50 | 826.50 |
વડોદરા | 815 | 815 |
વલસાડ | 828.50 | 828.50 |
ડિસેમ્બર મહિનાની વાત કરીએ તો 1 તારીખે સિલિન્ડર નો ભાવ 644 રૂપિયા હતો, 15 ડિસેમ્બરે સિલિન્ડર નો ભાવ 694 રૂપિયા રહ્યો હતો. આમ, ડિસેમ્બર મહિનામાં 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો ગેસ સિલિન્ડર માં કોઈ મોટો તફાવત જોવા મળ્યો નહોતો. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લો વધારો 25 ફેબ્રુઆરીએ કરવાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ. 100 નો વધારો થયો છે. માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો. માર્ચ મહિનામાં ભાવમાં 25 રૂપિયા વધારો થયો હતો.