મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની આવકો ઘટવા લાગી છે, પરંતુ સામે ઘરાકી પણ નથી. સીંગદાણાના ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ અને સીંગતેલમાં ઘરાકી ન હોવાથી ઊંચા ભાવથી ઓઈલ મિલોની મગફળીમાં ખાસ લેવાલી દેખાતી નથી, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યોછે. મગફળીનાં ભાવ ગોંડલમાં મણે રૂ.૧૦થી ૧૫ ઘટ્યાં હતાં. સારી ક્વોલિટીની મગફળીની આવક ઓછી છે, પરંતુ સામે ઊંચા ભાવથી કોઈ લેવાલ નથી.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં તેજીનો માહોલ યથાવત, જાણો આજનાં (05/12/2022) કપાસનાં બજાર ભાવ
મગફળીનાં વેપારીએ કહે છેકે મગફળીનાં ભાવ આગામી થોડા દિવસ નીચી સપાટી પર અથડાયા કરશે. હાલમાં વેચવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસમાં વેચવાલી ઘટવાની ધારણાં છે. મગફળીનો પાક એકદમ ઓછો છે, પંરતુ સામે બીજી તરફ તેલમાં ઘરાકી નથી અને ખાદ્યતેલની બજારો ઘટતી જાય છે પરિણામે પિલાણ ક્વોલિટીની મગફળીના ભાવ હજી નીચા આવી જાય તેવી ધારણાં છે. લગ્નગાળાની સિઝન પૂરી થયા બાદ મગફળીમાં ગામડે બેઠા ખેડૂતોની વેચવાલી ઉપર પણનજર છે.
આ પણ વાંચો: મગફળી અને કપાસના ભાવમાં જોરદાર વધારો: જાણો આજનાં (05/12/2022) બજાર ભાવ
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 05/12/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1060 | 1289 |
અમરેલી | 900 | 1309 |
કોડીનાર | 1100 | 1230 |
સાવરકુંડલા | 1100 | 1315 |
જેતપુર | 961 | 1331 |
પોરબંદર | 1075 | 1225 |
વિસાવદર | 863 | 1301 |
મહુવા | 1128 | 1450 |
ગોંડલ | 820 | 1306 |
કાલાવડ | 1050 | 1250 |
જુનાગઢ | 1000 | 1276 |
જામજોધપુર | 1000 | 1270 |
ભાવનગર | 1160 | 1270 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 1052 | 1294 |
હળવદ | 1120 | 1350 |
જામનગર | 900 | 1260 |
ભેસાણ | 900 | 1264 |
ઝીણી (નવી) મગફળીના ભાવ
તા. 05/12/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1080 | 1255 |
અમરેલી | 920 | 1228 |
કોડીનાર | 1140 | 1360 |
સાવરકુંડલા | 1025 | 1251 |
જસદણ | 1075 | 1310 |
મહુવા | 1122 | 1362 |
ગોંડલ | 915 | 1341 |
કાલાવડ | 1150 | 1262 |
જુનાગઢ | 900 | 1203 |
જામજોધપુર | 1000 | 1180 |
ઉપલેટા | 1050 | 1246 |
ધોરાજી | 900 | 1221 |
વાંકાનેર | 900 | 1364 |
જેતપુર | 901 | 1286 |
તળાજા | 1280 | 1903 |
ભાવનગર | 1150 | 1931 |
રાજુલા | 1061 | 1191 |
મોરબી | 900 | 1390 |
જામનગર | 1000 | 1815 |
બાબરા | 1132 | 1252 |
બોટાદ | 1000 | 1215 |
ધારી | 900 | 1181 |
ખંભાળિયા | 900 | 1278 |
પાલીતાણા | 1144 | 1201 |
લાલપુર | 1000 | 1250 |