કપાસનાં ભાવમાં તેજીનો માહોલ યથાવત, જાણો આજનાં (06/12/2022) કપાસનાં બજાર ભાવ

કપાસનાં ભાવમાં તેજીનો માહોલ યથાવત, જાણો આજનાં (06/12/2022) કપાસનાં બજાર ભાવ

આ વર્ષે કપાસ ઉગાડતાં ખેડૂતો માટે કુદરતે મહેરબાની કરી છે કે ક્વોલિટી ઉત્પાદન હાથમાં આવવાથી ગત વર્ષની તુલનાએ બે-ચાર મણિકા અદકા મળવાની વાત દરેક વિસ્તારનો ખેડૂત કરી રહ્યોં છે.

જો કે હવે પછી ઉભેલકપાસમાં નવા જીંડવા લાગ્યા છે, એમાં કોઇ કોઇ વિસ્તારમાં ગુલાબી ઇયળ બેઠી હોવાની વાત નજર અંદાજ કરી શકાય એમ નથી. જો પાણી હાથવગું હોય તો એવા કપાસ નીકળીને એમાં ઘઉંનું વાવેતર કરતાં ખેડૂતો ઘણા છે. મજૂર ભાગિયાએ કહ્યું હતું કે નવા નાના જીંડવામાં ગુલાબી ઇયળે દર્શન દીધા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠું: હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી, જાણો શું ?

કપાસની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને ભાવમાં સરેરાશ મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. ચૂંટણી પૂરી થઈ હોવાથી સૌરાષ્ટ્રમાં આવકો વધી છે અને ગુજરાતમાં પણ મંગળવારથી આવકો વધવાની ધારણાં છે. બીજી તરફ રૂના ભાવ ઘટવા લાગ્યાં હોવાથી સરેરાશ કપાસની બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણા છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૨થી ૧૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૨૦થી ૧૮૦૦નાં હતાં. કડીમાં આજે બજારો ચૂંટણીને કારણે બંધ રહ્યાં હતાં.

સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૧.૬૮ લાખ મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા બોટાદમાં રૂ.૧૮૨૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૪૭૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૨૦ વચ્ચેઅથડાય રહ્યાં હતાં.

આ પણ વાંચો: મગફળી અને કપાસના ભાવમાં જોરદાર વધારો: જાણો આજનાં (05/12/2022) બજાર ભાવ

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 05/12/2022 ને સોમવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1845 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 05/12/2022 સોમવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17001800
અમરેલી11401790
સાવરકુંડલા17401780
જસદણ17001780
બોટાદ16511831
મહુવા16781729
ગોંડલ16511761
કાલાવડ17001797
જામજોધપુર14001760
ભાવનગર16501758
જામનગર15001845
બાબરા17001800
જેતપુર12001811
વાંકાનેર15501766
મોરબી17001784
રાજુલા16501775
હળવદ16151770
વિસાવદર16451781
તળાજા15801760
બગસરા15601789
જુનાગઢ16701744
ઉપલેટા16501775
માણાવદર17201815
ધોરાજી16461771
વિછીયા15701800
ભેંસાણ15001805
ધારી15001800
લાલપુર17201790
ખંભાવળયા16801788
ધ્રોલ14141792
પાલીતાણા15511730
સાયલા17001825
ડોળાસા16501772
ગઢડા17011778
ઢસા16901747