khissu

આજનો દિવસ શાંત છે, કાલથી વાવાઝોડું ભયંકર બનીને ત્રાટકશે...જાણો હવામાન વિભાગ અને અંબાલાલની લેટેસ્ટ આગાહી

વાવાઝોડાની આગાહી વિશે વાત કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 'અરબ સાગરમાં દક્ષિણપૂર્વ-દક્ષિણ મધ્યમમાં એક લો પ્રેશર સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બની જશે. એટલે કે કાલ સુધીમાં જ આ લો પ્રેશન ડિપ્રેશનમાં ફેરવાઈ જવાનું છે. જો કે, આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ ચાલી રહ્યું છે અને લોકો સુધી અપડેટ પણ આપવામાં આવી રહ્યું છે.

મુકેશ અંબાણી વર્લ્ડ કપમાંથી રોજ કરોડો અબજો છાપી રહ્યા છે, તમને કોઈને ભણક પણ ના લાગી

અમદાવાદ હવામાન વિભાગના ટાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ પણ વાવાઝોડા વિશે વાત કરી અને કહ્યું કે હાલ સાયક્લોન લોપ્રેશર બનીને તે વેલ માર્ક લો પ્રેશર બન્યું છે અને હવે તે ડિપ્રેશનમાં પરિવર્તિત પણ થઈ રહ્યું છે. જે આગામી 24 કલાકમાં વધારે પ્રચંડ બનશે. જે બાદ 22 તારીખે આ સિસ્ટમ સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બનવાની શક્યતા હાલમાં જોવામાં આવી રહી છે. જેનું મુવમેન્ટ સાઉથ ઓમાન અને એમ એન કોસ્ટ તરફ રહેશે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

SBI સહિત દેશની 4 મોટી બેન્કોમાંથી કઈ બેન્ક સૌથી વધુ વ્યાજ આપે? દિવાળી પહેલાં જાણી લો ફાયદાની વાત

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકોને જ્યારથી વાવાઝોડું સક્રિય થયું છે ત્યારથી ચિંતા છે કે, આ સિસ્ટમ રાજ્ય પાસેથી ન જાય. ત્યારે હવામાન વિભાગે આજે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી 5 થી 7 દિવસ વરસાદની શક્યતા નહીવત છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, હવામાનમાં પણ મોટા ફેરફારની શક્યતા નથી.

દિવાળી પહેલા પોસ્ટ ઓફિસની વિસ્ફોટક યોજનામાં કરો રોકાણ, 1.25 કરોડ રૂપિયાના માલિક બનશો, જલ્દી કરજો

ભારતના હવામાન વિભાગે વાત કરી હતી કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન 19 ઓક્ટોબરના રોજ સમગ્ર દેશમાંથી વિદાય થઈ ગયું છે. એક હળવા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પૂર્વ અને તેની નજીક દક્ષિણ પશ્ચિમ અરબ સાગર પર સ્થિત છે. ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધી સમુદ્રના ગરમ તાપમાનના કારણે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચક્રવાતોના વિકાસની સંભાવના રહેલી હોય છે.

ગુજરાતમાં તબાહી મચાવવા આવી રહ્યું છે ‘તેજ’ વાવાઝોડું, 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 5 દિવસ માવઠું પડશે....

ગુજરાતના દરિયાકિનારે આ સિસ્ટમની અસર અંગે જણાવતા કહ્યુ કે, 'ગુજરાતના દરિયાકાંઠાનું વાતાવરણ ખરાબ નહીં થાય. વરસાદ અને ભારે પવનની પણ કોઇ આગાહી નથી. માછીમારો માટે પણ કોઇ વોર્નિંગ નથી. પરંતુ સાઉથ વેસ્ટ અરેબિયન સીમાં વોર્નિંગ રહેશે. એટલે માછીમારોએ તે બાજુ નહીં જવું.' તો વળી ભારતીય હવામાન વિભાગે અરબ સાગરમાં થનારા સંભવિત ચક્રવાતી વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં હવામાનમાં ફેરફારની ચેતવણી આપી છે.