khissu

અંબાલાલ પટેલ દ્વારા ફરી નવી નકોર 8 આગાહી; વાવણી લાયક વરસાદ? વર્ષોથી સાચી પડતી આગાહી શું કહે છે આ વર્ષે?

ગુજરાતના જૂના અને જાણીતા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી લાંબા ગાળાની આગાહી કરતા એવા અંબાલાલ પટેલ દ્વારા ફરી વરસાદ કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાતમાં કઈ તારીખે વરસાદ આવશે અને કઈ તારીખે વાવાઝોડું આવશે તેમને લઈને અંબાલાલ કાકા વર્ષોથી આગાહી કરતા આવે છે. ઘણી વખત કૃષિના પાકોને લઈને પણ ખેડૂતોને માર્ગદર્શન જણાવતાં હોય છે.

આ પણ વાંચો: આવતી કાલે કેરલમાં ચોમાસું બેસી જશે, ગુજરાતમાં ક્યારે પહોંચશે? ભારે પવન ઉડશે મિની વાવાઝોડા જેવો; જાણો વરસાદ ક્યાં? કેટલાં દિવસ?

અંબાલાલ પટેલ શું કરી નવી વરસાદ આગાહી?
1) ગુજરાત રાજ્યમાં ૧૫ જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના.

2) 10 જૂનથી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી; આ વર્ષે સારો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

3) 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી. મધ્ય ગુજરાતમાં પણ સારા વરસાદની આગાહી.

4) સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 ઇંચ વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

5) જૂન મહિનામાં ગુજરાતના કેટલાક ભાગોમાં 6 ઇંચ વરસાદ પડવાની આગાહી.

6) ગુજરાતમાં જુલાઈ મહિનામાં 12 ઇંચ વરસાદ પડવાની આગાહી.

7) દક્ષિણ ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં 8 ઈંચ વરસાદ પડવાની આગાહી.

8) ઉત્તર ગુજરાત અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ પડવાની સંભાવના. એકંદરે સારું રહેવાની શક્યતા અને 15 જૂનથી નિયમિત ચોમાસુ શરૂ થશે.