ખાનગી ક્ષેત્રની HDFC બેંકમાં ખાતુ ધરાવતા ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમારું પણ આ બેંકમાં ખાતું છે, તો આજથી મોટો ફેરફાર થયો છે. બેંકે તમામ સમયગાળા માટે MCLR દરમાં વધારો કર્યો છે. તમામ લોન લેનારાઓ માટે MCLR દરોમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી એટલે કે 7 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે.
આ પણ વાંચો: આવતી કાલથી બંગાળની ખાડી તોફાની બનશે, જાણો કયા જિલ્લામાં અસર ?
તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે
MCLR દરમાં વધારા બાદ નવા અને હાલના ગ્રાહકોને મોંઘી લોન મળશે. આમાં હોમ લોન, ઓટો લોન અને અન્ય તમામ પ્રકારની લોનનો સમાવેશ થાય છે.
નવા દરો
HDFC બેંકની વેબસાઈટ અનુસાર, એક વર્ષના MCL રેટમાં વધારો થયો છે, ત્યારબાદ નવા દર 8.2 ટકા થઈ ગયા છે. તે જ સમયે, જો આપણે રાતોરાત દરોની વાત કરીએ તો તે હવે વધીને 7.9 ટકા થઈ ગયો છે.
એક મહિના-ત્રણ મહિનાના દરો
બેંકે કહ્યું કે એક મહિના, ત્રણ મહિના અને છ મહિનાના સમયગાળા માટે MCLR દર અનુક્રમે 7.90 ટકા, 7.95 ટકા અને 8.05 ટકા રહેશે.
ગયા મહિને પણ વધારો થયો હતો
આ સિવાય ગયા મહિને પણ બેંકે MCLRના દરમાં વધારો કર્યો હતો. બેંકે છેલ્લે MCLR રેટમાં 5-10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
આ પણ વાંચો: બેંકનું કામ કરવા જઇ રહ્યા છો? તો પહેલાં જરૂરથી તપાસો RBIએ આપેલુ આ બેંક હોલીડે લિસ્ટ
MCLR દરો શું છે?
તમને જણાવી દઈએ કે હાલમાં તમામ ફ્લોટિંગ રેટ લોન MCLR અથવા એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ સાથે જોડાયેલી છે. MCLR એપ્રિલ 2016માં લોન્ચ કરવામાં આવ્યો હતો. RBIની નવી માર્ગદર્શિકા અનુસાર, હવે કોમર્શિયલ બેંકો બેઝ રેટને બદલે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)ના આધારે લોન આપે છે.