khissu

આજે રાત્રે ભારે વરસાદની આગાહી, 6,7 અને 8 તારીખમાં વરસાદનું જોર ક્યાં જિલ્લામાં વધુ ?

રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કોઇ જગ્યાએ ભારે વરસાદ તો કોઈ જગ્યાએ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું એ હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ ગયું છે. પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર ઉપર છે.

તેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે રાત્રે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: આજથી ભારે વરસાદની આગાહી, દરિયામાંથી મોટી સીસ્ટમ ગુજરાત તરફ આવશે

હવામાન ખાતાની આગાહી મુજબ આજે રાત્રે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે આવતીકાલે આણંદ, વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

જ્યારે 7 ઓગસ્ટે નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. તે સિવાય અન્ય સ્થળોએ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સારો વરસાદી માહોલ જોવા મળશે. એટલે કે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. જ્યારે 7 અને 8 ઓગસ્ટમાં રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અતી ભારે વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.

5 ઓગસ્ટ 2022  સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.