આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના થોડા ભાગોમાં વરસાદનું જોર વધુ રહેશે. જ્યારે કચ્છના વિસ્તારોમાં વરસાદની શકયતા ઓછી રહેશે. આજે દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લા જેમકે ભરૂચ, નર્મદા, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જીલ્લાનાં વિસ્તારોમાં બપોર બાદ હળવો વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને નર્મદા અને તાપીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે.
આ પણ વાંચો: હવામાન વિભાગે વ્યક્ત કરી મોટી આગાહી? ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ નહિવત ?
જ્યારે સૌરાષ્ટ્રમા મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટ આ જીલ્લાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. જો કે બપોર બાદ વરસાદની અસર વધુ રહેશે.
જ્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર આ જીલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની શક્યતા છે.
જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે.
વરસાદના નવા રાઉન્ડ વિશે વાત કરીએ તો રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં 9 અને 10 તારીખમાં ભારે થી અતી ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાંથી બનેલી વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવતા ભારે વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: કાલથી આશ્લેષા નક્ષત્ર: કયું વાહન ? કેટલાં દિવસ? કેવો વરસાદ? જાણો અહીં
આગામી 5 અને 6 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસતો રહેશે. જો કે કચ્છનાં વિસ્તારોમાં આ સમય દરમિયાન વરસાદની શક્યતા ઓછી છે. એટલે કે કચ્છનાં વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે.
જો કે 7 અને 8 તારીખમાં રાજ્યનાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસતો રહેશે. ખાસ કરીને 9 અને 10 ઓગસ્ટમાં વરસાદી સિસ્ટમ ગુજરાત પર આવતા ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.