khissu

ગુજરાતમાં ચોમાસું શરુ થવાની તારીખ કઈ? આ વર્ષે કેવું રહેશે ચોમાસુ? જાણો શું કરી હવામાન વિભાગે નવી આગાહી?

સારા ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ ગુજરાતના લોકો આકરી ગરમીથી પરેશાન છે. ત્ગુયારે ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસાને લઈને સમાચાર આપ્યા છે. હવામાન વહીવટી તંત્રએ ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે અન્ય કોઈ ફેરફાર ના થાય ત્યાં સુધી કમોસમી વરસાદની શક્યતા નકારી છે. જો કે ઉનાળામાં અરબી સમુદ્રથી આવતા ભેજવાળા પવનોએ ઠંડકમાં વધારો કર્યો હતો. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વાદળો અને જોરદાર પવનોએ રાજ્યના રહેવાસીઓને ગરમીમાં રાખ્યા છે, જે આ ગરમ હવામાનના કારણે રહેવાસીઓ પરેશાન થઈ ગયા છે.

ગુજરાતમાં સંભવિત 19મી જૂનથી ચોમાસાનો વરસાદ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસા દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડશે. ચોમાસાની સિઝન કેરળમાં 4 જૂનથી શરૂ થવાની સંભાવના છે. સ્કાઈમેટ અનુસાર આ વર્ષે ચોમાસુ 7 જૂને કેરળ પહોંચશે. 

આ પણ વાંચો: પ્રાચીન વર્ષા વિજ્ઞાનની આગાહી મુજબ જાણો જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કઈ તારીખે કેટલો વરસાદ પડશે? પૂર્વાનુમાન અને આગોતરું આયોજન

કેરળમાં ચોમાસું શરુ થશે પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે. એટલે કે 19મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું શરૂ થવાની સંભાવના છે. આ વર્ષે ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે કરી આગાહી
મોનસૂન ફોરકાસ્ટ મનોરમા મોહન્તીએ કહ્યું કે, આ બેઠકમાં સચિવની કામગીરી પર ચર્ચા થઇ હતી. વરસાદમાં કેવી રીતે કામ કરવું તે અંગેના એકશન પ્લાન અંગે ગ્રામ્યથી કક્ષાથી જિલ્લા કક્ષા સુધી ચર્ચા કરવામાં આવી હતી. કેરળમાં આ વર્ષે ચોમાસું મોડું શરૂ થશે, 4 જૂનથી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે જણાવ્યું છે.

આ પણ વાંચો: ચોમાસાના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આખા જૂન મહિનાની અંબાલાલ પટેલે આગાહી કરી છે, જાણો વાવણી ક્યારે? ક્યારે વરસાદ?

આ પણ વાંચો: વાવણી ત્રણ તબક્કામાં! વાવણીની શરૂઆત ક્યાં જિલ્લામાંથી થશે? કેટલો વરસાદ? વાવાઝોડું ક્યારે? Ramnikbhai Vamja ની આગાહી

ગુજરાતમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં ગઇકાલે દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા હતા. આ પવનો અરબી સમુદ્ર પરથી આવતા હોવાથી ભેજ લઈને આવે છે. જેના કારણે આપણને હાલ ગરમીની સાથે ભેજનો અનુભવ થવાથી અકળામળ પણ થઇ રહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના ના હોવાનું અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે.

કેરળમાં ચોમાસું સામાન્ય રીતે ૧ જૂનથી ચાલુ થશે. તે લગભગ 7 દિવસ મોડું અથવા વહેલું હોઈ શકે છે. અને તેથી જ પશ્ચિમ- દક્ષિણ ચોમાસું આ વર્ષે કેરળમાં મોડું થઈ શકે છે. કેરળમાં 4 જૂનથી વરસાદ શરૂ થવાની સંભાવના છે. 2022 માં, દક્ષિણના રાજ્યોમાં ચોમાસાની સિઝન 29 મે થી શરૂ થઈ હતી, જ્યારે 2021 માં, તે 3 જૂનથી શરૂ થઈ હતી.

હવામાન વિભાગે આ વખતે કેરળમાં વરસાદનું આગમન મોડું થવાની આગાહી કરી છે સામાન્ય રીતે તે કેરળમાં 1લી જૂને પહોંચે છે. પરંતુ, 3 દિવસના વિલંબ સાથે આ વખતે 4 જૂને આવવાની ધારણા છે.